News of Monday, 26th August 2024
કિમ જોંગે બતાવી 'આત્મઘાતી ડ્રોન'ની તાકાત : જાણો તેની વિશેષતા; અમેરિકા માટે ખતરો છે?
ઉત્તર કોરિયાએ આત્મઘાતી ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું :સરમુખત્યાર કિમ જોન ઉંગ પણ હાજર હતા:આ ડ્રોન જમીન, હવા અને સમુદ્રમાં દુશ્મનના ટાર્ગેટ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે

સિઓલ. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને આખરે 'આત્મઘાતી ડ્રોન'નું અનાવરણ કર્યું છે. ઉત્તર કોરિયાએ તેનું સફળ પરીક્ષણ પણ કર્યું છે. દક્ષિણ કોરિયાના મીડિયા અનુસાર, તેનું પરીક્ષણ 24 ઓગસ્ટે કરવામાં આવ્યું હતું. કિમ જોંગ પોતે તેની દેખરેખ રાખતા હતા. કિમે આ સમયગાળા દરમિયાન વધુ 'આત્મઘાતી ડ્રોન' બનાવવાનું કહ્યું છે
ન્યૂઝ એજન્સીએ કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA)ના એક રિપોર્ટને ટાંકીને એકેડેમી ઓફ ડિફેન્સ સાયન્સની ડ્રોન ઈન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણ અંગે જણાવ્યું હતું. પરીક્ષણ દરમિયાન, ડ્રોને લક્ષ્યોને નષ્ટ કર્યા. આ સમય દરમિયાન, કિમ જોંગે તેમના વૈજ્ઞાનિકોને આ ડ્રોન માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વિકસાવવા વિનંતી કરી.
એજન્સી યોનહાપે 'આત્મઘાતી ડ્રોન'ની તસવીરો જાહેર કરી છે. તસ્વીરોમાં ડ્રોન ટેન્ક જેવા દેખાતા ટાર્ગેટ પર હુમલો કરતા દર્શાવે છે. ઉત્તર કોરિયાએ પ્રથમ વખત આ પ્રકારના હથિયારોનું અનાવરણ કર્યું છે.
આ ડ્રોન જમીન, હવા અને સમુદ્રમાં દુશ્મનના ટાર્ગેટ પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. આત્મઘાતી ડ્રોનને લોઇટરિંગ મ્યુનિશન તરીકે પણ ઓળખવામાં આવે છે. યુક્રેનિયન યુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે, જ્યારે ડ્રોન કોઈ જગ્યાએ પહોંચે છે અને મિસાઈલ અથવા અન્ય પેલોડ છોડીને હુમલો કરે છે, ત્યારે આ ડ્રોન, તેના લક્ષ્ય સુધી પહોંચ્યા પછી, તેની સાથે અથડાય છે અને વિસ્ફોટ થાય છે.
તાજેતરમાં, ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બિડેને એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં અમેરિકી સેનાને રશિયા, ચીન અને ઉત્તર કોરિયા સાથે સંભવિત પરમાણુ યુદ્ધ માટે તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
