News of Tuesday, 27th August 2024
નબન્ના આંદોલન: લેડી ડોકટર પર રેપ-મર્ડર કેસનો ઉકળતો ચરૂ ચરણસીમાએ પહોંચ્યો
ઐતિહાસિક હાવડા બ્રિજ પર વિદ્યાર્થીઓનો હલ્લાબોલઃ લોખંડની દિવાલ તોડીઃ પથ્થરમારો-લાઠીચાર્જના દૃશ્યો સર્જાયા - પોલીસે 4 વિદ્યાર્થીઓની કરી અટકાયતઃ હાવડા બ્રિજને સીલ કરી દેવામાં આવ્યો

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં પશ્ચિમ બંગાળ છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું આહ્વાન કર્યું છે. આ સંગઠન દ્વારા અપાયેલા 'નબન્ના અભિયાન' ના પગલે કોલકાતામાં વિદ્યાર્થીઓએ 'નબન્ના માર્ચ' શરૂ કરી છે. ઐતિહાસિક હાવડા બ્રિજને સીલ કરી દેવામાં આવ્યો છે.
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યાના વિરોધમાં પશ્ચિમબંગાળ છાત્ર સમાજ નામના સંગઠને નબન્ના અભિયાનનું આહ્વાન કર્યું છે. આ સંગઠન દ્વારા અપાયેલા 'નબન્ના અભિયાન' ના પગલે કોલકાતામાં વિદ્યાર્થીઓએ 'નબન્ના માર્ચ' શરૂ કરી છે. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કોલકાતામાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. ઐતિહાસિક હાવડા બ્રિજને સીલ કરી દેવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. વિદ્યાર્થીઓએ પહેલા જ 'નબન્ના અભિયાન' વિરોધની જાહેરાત કરી દીધી હતી. તેને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત છે. દરેક ખૂણા પર નજર રાખવામાં આવી રહી છે. ઐતિહાસિક હાવડા બ્રિજને આ ઘટનાને પગલે સીલ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ પર લોખંડની દિવાલ ઉભી કરવામાં આવી છે, સીલ કર્યા બાદ પણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દિવાલને તોડી પાડી છે. જેના પગલે પોલીસે 4 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે, ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. આગળ વધી રહેલા વિરોધીઓને પણ લાકડીઓના સહારે ભગાડવામાં આવી રહ્યા છે.
પ્રદર્શનકારીઓ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પોલીસ તેમને વોટર કેનનનો ઉપયોગ કરીને પાછળ ધકેલી રહી છે. જો કે, ભારે વોટર કેનન્સ અને પાછળ ધકેલવા છતાં, વિરોધીઓ ફરીથી ઉભા થઈ રહ્યા છે અને ફરીથી પ્રદર્શન કરી રહ્યા છે. નબન્ના વિરોધ પ્રદર્શન માટે નીકળેલા વિદ્યાર્થીઓએ પોલીસ બેરીકેટ તોડી નાખ્યા હતા. આ પછી પોલીસે દેખાવકારોને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો, આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો. આ સાથે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. પોલીસે વિદ્યાર્થીઓને ખસી જવા સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. પોલીસ તેમને કહી રહી હતી કે તેમનું પ્રદર્શન ગેરકાયદેસર છે.
વિદ્યાર્થીઓના આ પ્રદર્શનને રોકવા માટે કોલકાતા પોલીસે ઘણા રસ્તાઓ બંધ કરી દીધા છે. ડ્રોન દ્વારા સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. આ વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ તેમની માંગ છે કે મમતા બેનર્જીએ સીએમ પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. કોલકાતા પોલીસે બેરિકેડ લગાવી દીધી છે, પરંતુ પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં રસ્તાઓ પર છે. દરેક જગ્યાએ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. કોલકાતા પોલીસે 'નબન્ના અભિયાન'ને ધ્યાનમાં રાખીને શહેરમાં 6000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે. કુલ 19 પોઈન્ટ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. અલગ-અલગ મહત્વના સ્થળો પર 5 એલ્યુમિનિયમ બેરીકેટ બનાવવામાં આવ્યા છે. નબન્ના ભવનની બહાર કોલકાતા પોલીસ અને હાવડા સિટી પોલીસનો 3 સ્તરીય સુરક્ષા કોર્ડન રહેશે. અધિકારીઓને વધુ સતર્ક રહેવા અને સીસીટીવી ફૂટેજ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે. વોટર કેનન અને થન્ડર વાહનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે વિરોધની શરૂઆત ફેસબુક પોસ્ટથી થઈ હતી. તેમણે કહ્યું કે અમારી 3 માંગણીઓ છે. અભયા માટે ન્યાય, ગુનેગારને મૃત્યુદંડ અને મમતા બેનર્જીનું રાજીનામું.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
