<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના થયા બે ટુકડા

નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન પણ ધોવાયો: કલેક્ટર અને પોલીસ અધીક્ષકનું સ્થળ નિરીક્ષણ

છોટાઉદેપુર: જીલ્લાના પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના બે ટુકડા થયા હોવાની ઘટના સામે આવી છે. ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે. સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન પણ ધોવાયો હતા.કલેક્ટર અને પોલીસ અધીક્ષકે સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તંત્રએ લોકોને અવરજવર નહીં કરવા સૂચના આપી છે.

(4:22 PM IST)