News of Tuesday, 27th August 2024
ધનબાદમાં આવકવેરા વિભાગમાં ભ્રષ્ટાચારની જાળ : CBIએ ધનબાદમાં પ્રિન્સિપલ કમિશનર ઑફ ઈન્કમટેક્સ સહિત 5 લોકોની 10 લાખ રૂપિયાની લાંચના આરોપમાં ધરપકડ કરી
આરોપીઓ કથિત રીતે વિવિધ કરદાતાઓ પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગી રહ્યા હતા : સીબીઆઈએ 21 જગ્યાએ દરોડા પાડીને મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કબજે કર્યા

ધનબાદ : સીબીઆઈએ પટના અને ધનબાદમાં આવકવેરાના પ્રિન્સિપલ કમિશનર સહિત પાંચ લોકોની કથિત રીતે 10 લાખ રૂપિયાની લાંચ માંગવા અને સ્વીકારવાના આરોપમાં ધરપકડ કરી છે. આ આરોપીઓમાં ચાર ખાનગી લોકો છે.
સીબીઆઈએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓમાં પટનામાં ઈન્કમ ટેક્સના પ્રિન્સિપાલ ચીફ કમિશનર સંતોષ કુમાર ઉપરાંત ચાર ખાનગી આરોપી ગુરપાલ સિંહ, રાજીવ કુમાર ઉર્ફે ચીકુ, ડૉ. પ્રણય અને અશોક ચૌરસિયાનો સમાવેશ થાય છે. સીબીઆઈએ કહ્યું કે તેમને ફરિયાદ મળી છે કે આરોપીઓ કથિત રીતે વિવિધ કરદાતાઓ પાસેથી લાખો રૂપિયાની લાંચ માંગી રહ્યા છે.
આરોપીઓ કરદાતાઓને અયોગ્ય લાભ આપવાના બદલામાં લાંચની આ રકમની માંગણી કરતા હતા. જેમાં અન્ય પકડાયેલા ખાનગી આરોપીઓ પ્રિન્સિપલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ માટે વચેટિયા તરીકે કામ કરતા હતા. જે લોકો પાસેથી લાંચ લેતા હતા. આ કેસમાં મળેલી ફરિયાદના આધારે સીબીઆઈએ પ્રિન્સિપલ કમિશનર સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આ મામલામાં ઉત્તર પ્રદેશના પટના, ધનબાદ અને નોઈડામાં 21 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. સીબીઆઈને અહીંથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ મળ્યા હતા.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સી આ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે. તેમણે કહ્યું કે આ મામલામાં પટના, ધનબાદ, નોઈડા સહિત ઘણી જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીઓને આવતીકાલે પટનાની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
