<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ગાબડાં :ઘરેલુ માર્કેટમાં તેજી :સોનામાં રૂ.500 અને ચાંદીમાં રૂ 1,200નો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસ દીઠ ભાવ 11.30 ડોલર ગગડીને 2543 ડોલર થયા: ચાંદીનો ઔંસ દીઠ ભાવ 30.34 ડોલર થયા

નવી દિલ્હી : સ્થાનિક સ્તરે નવેસરથી માંગ નિકળતા સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 550 વધીને રૂપિયા 74,350 થયા છે, જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,200 ઉછળીને રૂપિયા 88,200 થયા છે. ગઈકાલે જન્માષ્ટમી નિમિત્તે નવી દિલ્હી ખાતે બુલિયન માર્કેટમાં રજા હતી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસ દીઠ ભાવ 11.30 ડોલર ગગડીને 2543 ડોલર થયા છે. જ્યારે ચાંદીનો ઔંસ દીઠ ભાવ 30.34 ડોલર થયા છે.

અમેરિકાના મેક્રો ડેટા અપેક્ષા કરતાં સારા જાહેર થતા અને અમેરિકી ટ્રેઝરીની ઉપજમાં સુધારો થતા સોનાના ભાવ પર અસર જોવા મળી હતી.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ નોંધાઈ હતી. અમદાવાદા સોનું (99.9)ના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 74,000થી રૂપિયા 200 વધી રૂપિયા 74,200, અમદાવાદ સોનું (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 73,800થી રૂપિયા 200 વધી રૂપિયા 74,000 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 86,000ની સપાટી પર સ્થિર રહ્યો હતો.


 

(10:46 PM IST)