News of Wednesday, 28th August 2024
મોડીરાત્રે ઓડિશાના પુરીમાં ભીષણ આગ ફાટી નીકળી: 30 ઘર બળીને ખાખ :સમગ્ર વિસ્તારમાં અફરાતફરી :લાખોનું નુકસાન
સત્યવાડી બ્લોકના અલિસા ગામમાં આગ વિકરાળ બની 30થી વધુ ઘરોને લપેટમાં લીધા :પોતપોતાના જીવ બચાવવા ઘરની બહાર દોડ્યા : આગ બુઝાવવા માટે ફાયર ફાયટરોને દોડયા

ઓડિશાના પુરી જિલ્લાના સત્યવાડી બ્લોકના અલિસા ગામમાં સોમવારે મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં 15 પરિવારોના 30 થી વધુ ઘર બળીને રાખ થઈ ગયા હતા. આ ઘરોમાં રાખેલી દરેક વસ્તુ થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગઈ હતી.
આ ભયાનક અકસ્માતમાં લાખોની માલમત્તાને નુકસાન થયું હતું. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના અન્ય મકાનોને પણ લપેટમાં લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો અને ત્રણ પશુઓએ આગમાં જીવ ગુમાવ્યા હતા.
આ મકાનોમાં આગની જ્વાળાઓ વધતી જોઈને ઘટનાસ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. ઘર સળગતું જોઈને બધા ચીસો પાડવા લાગ્યા. લોકોનો જીવ બચાવવા માટે એક પછી એક બધાને ત્યાંથી લાવવામાં આવ્યા. તમામને, બાળકો, વૃદ્ધો અને યુવાનોને સ્થળ પરથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગામમાં આગની જ્વાળાઓ વધતી જોઈને ગ્રામજનોએ તાત્કાલિક આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આગ વધતી જોઈને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ અંગેની માહિતી મળતાં ફાયર બ્રિગેડના જવાનોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
