તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
બંગાળમાં બંધ વચ્ચે હિંસા: ઉત્તર 24 પરગણામાં હુમલાખોરોનું ભાજપના નેતાની કાર પર 6 રાઉન્ડ ફાયરિંગ માલદામાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ; ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોનું બંધના સમર્થનમાં પ્રદર્શન

કલકતા: પશ્ચિમ બંગાળમાં 12 કલાકના બંધને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. ઉત્તર બંગાળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NBSTC)ના બસ ડ્રાઈવરો હડતાળને કારણે હેલ્મેટ પહેરીને બહાર આવ્યા છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે 12 કલાકના બંધનું એલાન કર્યું છે.
બંધ દરમિયાન અનેક જગ્યાએ ભારે અરાજકતા જોવા મળી રહી છે. આ દરમિયાન બીજેપી નેતા અને પૂર્વ સાંસદ અર્જુન સિંહે આરોપ લગાવ્યો છે કે ઉત્તર 24 પરગનાના ભાટપારા વિસ્તારમાં પાર્ટીના નેતાની કાર પર ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો.
ભાજપના 12 કલાકના બંધની અસર દેખાવા લાગી છે. રાજધાની કોલકાતામાં રસ્તાઓ પર બહુ ઓછી ગતિવિધિ જોવા મળી છે. કોલકાતાના બાટા ચોકમાં બીજેપી કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું, જે બાદ તેમની અટકાયત કરવામાં આવી છે. અહીં બીજેપી નેતા લોકેટ ચેટરજીની પણ પોલીસે અટકાયત કરી છે. બંધના કારણે કોલકાતાના રસ્તાઓ પર બહુ ઓછી બસો, ઓટો રિક્ષા અને ટેક્સીઓ જોવા મળી રહી છે. ખાનગી વાહનો પણ ઓછી સંખ્યામાં રસ્તા પર આવી ગયા છે.
જોકે, પાટનગરમાં બજારો અને દુકાનો ખુલી છે. શાળા-કોલેજો પણ રાબેતા મુજબ ચાલી રહી છે. પરંતુ ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા ઘણી ઓછી છે, કારણ કે તેમને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ઉત્તર 24 પરગણાના બાણગાંવ સ્ટેશન, દક્ષિણ 24 પરગણાના ગોચરણ સ્ટેશન અને મુર્શિદાબાદ સ્ટેશન પર ભાજપના કાર્યકરોએ બંધના સમર્થનમાં પ્રદર્શન કર્યું છે. ઉત્તર 24 પરગણામાં પણ ભારે અરાજકતા જોવા મળી રહી છે. માલદામાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
