<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પાકિસ્તાનમાં બેઠેલા રામેશ્વરમ કૈફ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડનો નવો વીડિયો જાહેરઃ એજન્સીઓ એલર્ટ પર

પાકિસ્તાનમાં બેઠેલા મોસ્ટ વોન્ટેડ આતંકી ફરહતુલ્લા ઘોરીએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યાે છે

લાહોર, તા.૨૮ : પાકિસ્તાનમાં બેઠેલા મોસ્ટ વોન્ટેડ આતંકી ફરહતુલ્લા ઘોરીએ હાલમાં જ એક વીડિયો જાહેર કર્યાે છે, જેમાં તેણે ભારતમાં ટ્રેનો અને પેટ્રોલ પાઈપલાઈનને નિશાન બનાવવાની સૂચના આપી છે. વીડિયોમાં ઘોરીએ તેના સ્લીપર સેલમાંથી ટ્રેનોને પાટા પરથી ઉતારવા અને હિન્દુ નેતાઓને નિશાન બનાવવાની અપીલ કરી છે. વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના ઈશારે ભારતીય રેલવે અને ટ્રેનોને નિશાન બનાવવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યાે છે. ભારતમાંથી ભાગીને પાકિસ્તાનમાં છુપાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી ફરહતુલ્લા ઘોરીનો નવો વીડિયો સામે આવ્યો છે.વિડિયોમાં, તે ભારતભરમાં ફેલાયેલા તેના સ્લીપર સેલને ભારતમાં રેલ્વે ટ્રેનોને નિશાન બનાવવા અને ટ્રેકને પાટા પરથી ઉતારવા સૂચના આપતો જોવા મળે છે. વીડિયોમાં, પેટ્રોલ પાઈપલાઈન અને જૂથોને નિશાન બનાવવા સિવાય, ઘોરીએ પ્રેશર કૂકર બોમ્બથી વિસ્ફોટ કરવાની પદ્ધતિઓ પણ સમજાવી છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં કર્ણાટકમાં પ્રેશર કુકર બોમ્બ બ્લાસ્ટ થયા છે.ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે લગભગ ૩ અઠવાડિયા પહેલા ટેલિગ્રામ પર રિલીઝ થયેલા આ વીડિયો દ્વારા ઘોરીએ હિંદુ નેતાઓને નિશાન બનાવવા અને ભારત સરકારની કાર્યવાહીનો જવાબ આપવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે સરકાર અમારી મિલકતોને નિશાન બનાવીને અમને કમજોર કરી રહી છે, પરંતુ અમે ટૂંક સમયમાં વાપસી કરીને સરકારને હચમચાવી નાખીશું.ફરહતુલ્લા ઘોરીનો જમાઈ શાહિદ ફૈઝલ પણ પાકિસ્તાનમાં બેઠો છે અને તે બંનેનું દક્ષિણ ભારતમાં ખૂબ જ મજબૂત સ્લીપર સેલ નેટવર્ક છે. બેંગ્લોર બ્લાસ્ટનો આખો પ્લાન શાહિદ ફૈઝલે તૈયાર કર્યાે હતો. ૨૦૨૦ માં, ભારત સરકારે ફરહતુલ્લા ઘોરીને આતંકવાદીઓની સૂચિમાં સામેલ કર્યાે અને તેની પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું, પરંતુ તે દક્ષિણ ભારતમાં સ્થિત તેના સ્લીપર સેલ દ્વારા આતંકવાદી કૃત્યો કરી રહ્યો છે.આતંકવાદી સંગઠન આઈએસઆઈએસના બેનર હેઠળ અને આઈએસઆઈના ઈશારે આતંકવાદી ફરહતુલ્લા ઘોરી દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ઉત્તર પ્રદેશ જેવા ભારતના અનેક શહેરોના યુવાનોનું બ્રેઈનવોશ કરીને આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની યોજના ઘડી રહ્યો છે. જોકે, તેને બેંગ્લોરમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટમાં જ સફળતા મળી હતી.

(12:09 PM IST)