તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રેલ યાત્રીઓ કૃપાયે ધ્યાન દે: મુંબઈ, અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો:
રેલ્વે વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલીક કેન્સલ, તો કેટલીક આંશિક રીતે રદ્દ તેમજ કેટલીક ટ્રેનો ટ્રેનો ડાયવર્ટ કરાઈ

મુંબઈ: ભારે વસાદના કારણે મુંબઈ, અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે, ત્યારે ટ્રેન રદ થતા રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં રેલ્વે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેને કારણે કેટલીય ટ્રેનો રદ્દ કરવામાં આવી છે અથવા સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે. ત્યારે ટ્રેનો કેન્સલ થતા રેલ્વે સ્ટેશન પર અઠવાયેલા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈ, અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાતા અનેક મુસાફરો અટવાયા છે.
નવસારીમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો છે, તો મુંબઈથી દિલ્હી તરફ જતી ગરીબરથ એક્સપ્રેસ રાત્રે બે વાગ્યાથી અમલસાડ સ્ટેશન રોકી દેવામાં આવી છે. રેલવે સ્ટેશન પર ફસાયેલા લોકો માટે અમલસાડ મંડળીએ જમવાની વ્યવસ્થા કરી હતી. મુસાફરોને અગવડ ન પડે એ માટે અમલસાડ મંડળી દ્વારા લોકોને ફૂડ પેકેટ અને પાણીની બોટલ આપવામાં આવી હતી. અનેક ટ્રેન રદ થતા મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.
રેલ્વે તંત્ર દ્વારા ભારે વરસાદને પગલે નવસારીથી મુંબઈ, અમદાવાદ, દિલ્લીની ટ્રેન રદ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે યાત્રિકો પરેશાન થયા છે. દ્વારકા જિલ્લામાં અનરાધાર વરસાદને કારણે મોટાભાગની ટ્રેન રીશેડ્યૂલ કરવામાં આવી છે. ટ્રેન કેન્સલ કરાતાં કે મોડી થવાને કારણે મોટી સંખ્યામાં મુસાફરો ખંભાળિયા રેલવે સ્ટેશન પર ફસાયા છે. ભારે વરસાદ પગલે યાત્રિકો રેલવે સ્ટેશન પર આશરો લેવા મજબૂર બન્યા છે. રેલવે વિભાગ દ્વારા અટવાયેલા મુસાફરો માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લીધે વરસાદથી પરેશાન મુસાફરો હાલાકી ભોગવવા મજબૂર બન્યા હતા.
વડોદરા વિભાગમાં ભારે વરસાદને પગલે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે ઘણી ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે. રેલ્વે વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, કેટલીય ટ્રેનો કેન્સલ કરી દેવામાં આવી છે, તો કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ્દ કરવામાં આવી છે. કેટલીક ટ્રેનો ટ્રેનો ડાયવર્ટ કરી દેવામાં આવી છે અથવા તો શોર્ટ ટર્મિનેટ કરી દેવામાં આવી છે.
- 19033 વલસાડ - અમદાવાદ ગુજરાત ક્વીન
- 20959 વલસાડ - વડનગર ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સ્પ્રેસ
- 12929 વલસાડ - વડોદરા ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સ્પ્રેસ
- 09393 આણંદ - ગોધરા મેમુ સ્પેશિયલ
- 09396 ગોધરા - આણંદ મેમુ સ્પેશિયલ
- 09395 આણંદ - ગોધરા મેમુ સ્પેશિયલ
- 09349 આણંદ - ગોધરા મેમુ સ્પેશિયલ
- 09282 ગોધરા - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09133 આણંદ - ગોધરા મેમુ સ્પેશિયલ
- 09134 ગોધરા - આણંદ મેમુ સ્પેશિયલ
- 09350 દાહોદ - આનંદ મેમુ સ્પેશિયલ
- 09387 આણંદ - ડાકોર મેમુ સ્પેશિયલ
- 09388 ડાકોર - આણંદ મેમુ સ્પેશિયલ
- 09300 આણંદ - ભરૂચ મેમુ સ્પેશિયલ
- 09395 આણંદ - ગોધરા મેમુ સ્પેશિયલ
- 09394 ગોધરા - આનંદ મેમુ સ્પેશિયલ
- 09392 ગોધરા - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09320 દાહોદ - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09317 વડોદરા - દાહોદ મેમુ સ્પેશિયલ
- 09105 વડોદરા - દાહોદ મેમુ સ્પેશિયલ
- 09106 દાહોદ - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09156 વડોદરા - સુરત મેમુ સ્પેશિયલ
- 09152 સુરત - વલસાડ મેમુ સ્પેશિયલ
- 09154 વલસાડ - ઉમરગામ રોડ મેમુ સ્પેશિયલ
- 09153 ઉમરગામ રોડ - વલસાડ મેમુ સ્પેશિયલ
- 09151 વલસાડ - સુરત મેમુ સ્પેશિયલ
- 09155 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09080 વડોદરા - ભરૂચ મેમુ
- 09082 ભરૂચ - સુરત મેમુ
- 09088 સુરત - સંજાણ મેમુ
- 09090 સંજાણ - વિરાર
- 09299 ભરૂચ - આણંદ મેમુ સ્પેશિયલ 29.08.2024
- 12934/12933 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
- 09316 અમદાવાદ - વડોદરા મેમુ સ્પેશિયલ
- 82902/82901 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ તેજસ એક્સપ્રેસ
- 22962/22961 અમદાવાદ - મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ
- 12009/12010 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ - મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ
- 19015 દાદર - પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
- 22954 અમદાવાદ - મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 20947/20950 અમદાવાદ - એકતા નગર - અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ
- 09399 આણંદ - અમદાવાદ મેમુ સ્પેશિયલ
- 09328 અમદાવાદ - વડોદરા મેમુ
- 09391 વડોદરા - ગોધરા મેમુ
- 19036 અમદાવાદ - વડોદરા ઇન્ટરસિટી એક્સપ
- 09495/09496 વડોદરા - અમદાવાદ - વડોદરા પેસેન્જર સ્પેશિયલ
- 09392 ગોધરા - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09273 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
- 09312 અમદાવાદ - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09327 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
- 09311 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
- 09400 અમદાવાદ - આનંદ મેમુ સ્પેશિયલ
- 09318 આણંદ - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09300 આણંદ - ભરૂચ મેમુ સ્પેશિયલ
- 09315 વડોદરા - અમદાવાદ મેમુ સ્પેશિયલ
- 09274 અમદાવાદ - આનંદ મેમુ સ્પેશિયલ
- 09280 મથુરા - બયાના મેમુ સ્પેશિયલ
- 09277 બયાના - યમુના બ્રિજ આગ્રા મેમુ સ્પેશિયલ
- 09278 યમુના બ્રિજ આગ્રા - બયાના મેમુ સ્પેશિયલ
- 09279 બયાના - મથુરા મેમુ સ્પેશિયલ
- 19103 રતલામ - કોટા
- 19109 કોટા - મથુરા
- 09161 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
- 09162 વલસાડ - વડોદરા એક્સપ્રેસ સ્પેશિયલ
- 22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 09079 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
- 09155 સુરત - વડોદરા મેમુ સ્પેશિયલ
- 22929 / 22930 દહાણુ રોડ - વડોદરા - દહાણુ રોડ સુપરફાસ્ટ એક્સપ્રેસ
- 09182 છોટા ઉદેપુર - પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ
- 09355 પ્રતાપનગર - છોટા ઉદેપુર ડેમુ સ્પેશિયલ
- 09170 પ્રતાપનગર - એકતા નગર સ્પેશિયલ
- 09108 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
- 09109 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
- 09110 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
- 09113 પ્રતાપનગર - એકતા નગર મેમુ સ્પેશિયલ
- 09114 એકતા નગર - પ્રતાપનગર મેમુ સ્પેશિયલ
આ ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી:
- 19320/ઈન્દોર - વેરાવળ મહામના એક્સપ્રેસ 27.08.2024 ના રોજ ગોધરા - વડોદરા - ગેરતપુર થઈને ડાયવર્ટ કરવામાં આવી.
- 20823/પુરી - અજમેર સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના પાલધી - ભુસાવલ - ખંડવા - સંત હિરદારામ નગર - રતલામ - ચંદેરિયા થઈને ડાયવર્ટ કરવામાં આવી.
- 20946 હઝરત નિઝામુદ્દીન - એકતા નગર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ 27.08.2024 ના વડોદરા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.
- 19484 બરૌની - અમદાવાદ એક્સપ્રેસ 26.08.2024 ના ઉધના ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.
- 12994 પુરી - ગાંધીધામ સાપ્તાહિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 26.08.2024 ના ઉધના ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.
- 09164 અલીરાજપુર - પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ 28.08.2024 ના ડભોઈ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.
- 09181 પ્રતાપનગર - અલીરાજપુર પેસેન્જર સ્પેશિયલ 28.08.2024 ના ડભોઈથી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.
- 09163 પ્રતાપનગર - છોટા ઉદેપુર પેસેન્જર સ્પેશિયલ ડભોઈથી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
