તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયાનો મહત્વનો નિર્ણય: 2025માં ઑસ્ટ્રેલિયામાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરાશે
વાર્ષિક આયોજન વિવિધ યુનિવર્સિટીઓને આપવામાં આવ્યું અને માત્ર ભારતીય વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ દેશ અને પછી રાજ્ય અનુસાર ક્વોટા નક્કી કરશે

સિડની: ઓસ્ટ્રેલિયા જઈ અભ્યાસ કરવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઑસ્ટ્રેલિયાએ જાહેરાત કરી છે કે તે 2025માં ઑસ્ટ્રેલિયામાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા 2.7 લાખ સુધી મર્યાદિત કરશે, જેથી સ્થળાંતરના રેકોર્ડ સ્તરનો સામનો કરી શકાય. સ્થળાંતર કરનારાઓના વધારાને કારણે ઘરના ભાડામાં ભારે વધારો થયો છે.
ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે મંગળવારે જણાવ્યું હતું કે આ મર્યાદામાં ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો તેમજ વ્યાવસાયિક શિક્ષણ અને તાલીમ અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના આ પગલાથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની આશા રાખતા ભારતીય વિદ્યાર્થીઓ પર નોંધપાત્ર અસર પડશે, ખાસ કરીને પંજાબના વિદ્યાર્થીઓ જેમાં મોટી સંખ્યામાં છે.
ઑસ્ટ્રેલિયાના માઇગ્રેશન એજન્ટ રજિસ્ટ્રેશન ઑથોરિટીના સભ્ય સુનિલ જગ્ગીએ જણાવ્યું હતું કે, “ઑસ્ટ્રેલિયાએ જૂન 2022માં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 5.10 લાખ નક્કી કરી હતી. વર્ષ 2023માં આ સંખ્યા ઘટીને 3.75 લાખ થઈ ગઈ હતી. હવે તેઓએ તેના સ્તરમાં વધુ ઘટાડો કર્યો છે. વાર્ષિક આયોજન વિવિધ યુનિવર્સિટીઓને આપવામાં આવ્યું છે અને માત્ર ભારતીય વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીઓ દેશ અને પછી રાજ્ય અનુસાર ક્વોટા નક્કી કરશે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
