<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ફટાફટ બેંકના કામકાજ પતાવી દેજો, નહીંતર અધૂરા રહી જશે: સપ્ટેમ્બરમાં આટલા દિવસ બેંકો બંધ રહેશે

RBI દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓ વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે: વિવિધ રાજ્યોમાં થતા તહેવારોના આધાર પર આ હોલિડે લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

મુંબઈ: સપ્ટેમ્બર મહિનાની શરૂઆત રજાઓની સાથે થઈ રહી છે અને આખા મહિનાની વાત કરીએ તો અડધા એટલે કે 15 બેંક હોલિડે આવી રહ્યા છે. તેમાં રવિવાર અને બીજા ચોથા શનિવારની રજાઓ પણ છે.ઓગસ્ટનો મહિનો પુરો થવાનો છે અને ત્રણ દિવસ બાદ સપ્ટેમ્બરનો મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ September 2024માં પણ ઘણા મોટા ફેરફાર જોવા મળશે. તેની સાથે જ બેંકોમાં પણ બમ્પર રજાઓ રહેશે.જો તમને આવતા મહિને બેંક સાથે જોડાયેલા કોઈ કામ છે તો આ ખરબ તમારા માટે ખાસ છે. હકીકતે આવતા મહિનામાં અડધા દિવસો તો બેંક બંધ રહેશે એટલે કે કોઈ બેંકિંગ કામ નહીં થાય. જાણો ભારતીય રિઝર્વ બેંકની બેંક હોલિડે લિસ્ટમાં કયા કયા દિવસે રજા છે

.રજાઓની સાથે થઈ રહી છે સપ્ટેમ્બરની શરૂઆત

સપ્ટેમ્બર મહિનાની શરૂઆત જ રજાઓની સાથે થશે. હકીકતે 1 સપ્ટેમ્બર 2024એ રવિવારે સાપ્તાહીક રજા છે. દેશભરમાં બેંક બેંધ રહેશે. તેના ઉપરાંત આવતા મહિને ઘણા રાજ્યોમાં પ્રમુખ તહેવારો પણ છે. જેના કારણે સંબંધિત રાજ્યોમાં બેંક હોલિડે જાહેર કરવામાં આવી છે. તેમાં પ્રમુખ રીતે ગણેશ ચતુર્થી, ઓનમ અને બારવફાત શામેલ છે.

1 સપ્ટેમ્બર- રવિવારે દેશની દરેક બેંકોમાં રજા

4 સપ્ટેમ્બર- તિરૂભવ તિથિ ઓફ શ્રીમંતા શંકરદેવા- ગુવાહાટીમાં રજા

7 સપ્ટેમ્બર- ગણેશ ચતુર્થી- અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ, મુંબઈ, નાગપુર, પણજીમાં રજા

8 સપ્ટેમ્બર- રવિવાર- દેશની દરેક બેંકમાં રજા

14 સપ્ટેમ્બર- બીજો શનિવાર- દેશની દરેક બેંકમાં રજા

15 સપ્ટેમ્બર- રવિવાર- દેશની દરેક બેંકોમાં રજા

16 સપ્ટેમ્બર- બારાવફાત- અમદાવાદ, બેંગ્લોર, એજવાલ, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઈંફાલ, જમ્મુ, કાનપુર, લખનૌઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, શ્રીનગર, તિરૂવનંતપુરમ.

17 સપ્ટેમ્બર- મિલાદ-ઉન-નબી- ગંગટોક, રાયપુરમાં બેંકોમાં રજા

18 સપ્ટેમ્બર- બેંક પંગ-લહબસોલ- ગંગટોકમાં રજા

20 સપ્ટેમ્બર- ઈદ-એ-મિલાદ-ઉલ-નબી- જમ્મુ અને શ્રીનગરમાં રજા

21 સપ્ટેમ્બર- શ્રી નારાયણ ગુરૂ સમાધિ દિવસ- કોચ્ચિ-તિરૂવનંતપુરમ

22 સપ્ટેમ્બર- રવિવાર- દરેક જગ્યા પર રજા

23 સપ્ટેમ્બર- મહારાજા હરિસિંગ જી જન્મદિવસ- જમ્મુ અને શ્રીનગર

28 સપ્ટેમ્બર- ચોથો શનિવાર- દેશની દરેક બેંક પર રજા

29 સપ્ટેમ્બર- રવિવાર- દેશની દરેક બેંક પર રજા

RBI વેબસાઈટ પર જુઓ આખી લિસ્ટ

 

બેંકોમાં જાહેર કરવામાં આવેલી રજાની લિસ્ટ RBIની વેબસાઈટ પર જઈને જોઈ શકાય છે. RBI દ્વારા જાહેર કરવામાં આવેલી આ રજાઓ વિવિધ રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. કારણ કે વિવિધ રાજ્યોમાં થતા તહેવારોના આધાર પર આ હોલિડે લિસ્ટ તૈયાર કરવામાં આવે છે.

(3:43 PM IST)