તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની સ્થાપનાને મંજૂરી આપીઃ ૪૦ લાખ નવી રોજગારીની તકો ઉભી શકે
આ યોજના પર 28,602 કરોડ રૂપિયાનું રોકાણ થશેઃ કેબિનેટે ઉત્તર-પૂર્વમાં 4 હજાર 136 કરોડ રૂપિયાની શેર મૂડી સાથે હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે આજે દેશભરમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોની સ્થાપનાને મંજૂરી આપી છે જેમાં આંધ્રમાં બે અને એક બિહાર સહિત બાકીના રાજ્યોમાં છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 10 લાખ સીધી અને 30 લાખ આડકતરી રોજગારીનું સર્જન થશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે આજે રાષ્ટ્રીય ઔદ્યોગિક કોરિડોર વિકાસ કાર્યક્રમ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપી છે. આ યોજના પર 28,602 કરોડ રૂપિયાનું રોકાણ થશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે સૂચિત 12 સ્માર્ટ ઔદ્યોગિક શહેરો લગભગ રૂ. 1.52 લાખ કરોડના રોકાણની તકો પેદા કરશે. તેમણે કહ્યું કે કેબિનેટે ઉત્તર-પૂર્વમાં 4 હજાર 136 કરોડ રૂપિયાની શેર મૂડી સાથે હાઇડ્રો પાવર પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે.
12 ઓદ્યોગિક સ્માર્ટ સિટી ઉડતી નજરે
વિકસીત ભારત સાથે કનેક્ટેડ
ભારતનું ઓદ્યોગિક જગતમાં બદલાવ
10 લાખ સુધી અને 30 લાખ પરોક્ષ રોજગારીનું સર્જન
1.5 લાખ કરોડનું રોકાણ
યોજના પાછળ કૂલ ખર્ચ 28,602 કરોડ
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
