તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
પશ્ચિમ બંગાલ બંધમાં હોબાળો: ભાજપ-ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ધમાલ
ટ્રેન-બસ રોકી દેવાઈ: 6 રાઉન્ડ ફાયરિંગ: વિદ્યાર્થીઓ પર થયેલા એકશનને લઈને ભાજપેષ12 કલાકના બંધનું એલાન આપ્યું હતુ

કોલકાતા: શહેરની આર જી કર હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસને લઈને પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં રાજકારણ ગરમાયું છે. પશ્ચિમ બંગાળ રાજ્યની મમતા બેનર્જી સરકાર, ભારતીય જનતા પાર્ટીના નિશાને છે. ભાજપ સીએમ મમતા બેનર્જીને તમામ પ્રકારે ઘેરવામાં વ્યસ્ત છે. દરમિયાન ભાજપે પશ્ચિમ બંગાળમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક માટે બંધનું એલાન આપ્યું છે. મંગળવારે રાજ્ય સચિવાલય નબન્ના સુધીની કૂચમાં ભાગ લેનારાઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભાજપનો આરોપ છે કે મમતા સરકાર ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. બંગાળ ભાજપના પ્રમુખ સુકાંત મજુમદારે, રાજ્યપાલને પત્ર લખીને વિદ્યાર્થીઓને મુક્ત કરવાની માંગ કરી છે.
જોકે, મમતા બેનર્જીની સરકારે ભાજપ પ્રેરિત બંધને મંજૂરી આપવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. પશ્ચિમ બંગાળ સરકારે લોકોને ભાજપના બંધમાં ભાગ ન લેવાની અપીલ કરી છે. સરકારે નોટિસ જાહેર કરીને કહ્યું છે કે, તમામ કર્મચારીઓએ ઓફિસમાં આવવું પડશે. કોઈ રજા નહીં, આકસ્મિક રજા મંજૂર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ યોગ્ય કારણો વિના ઓફિસમાં નહીં આવે તો તેને કારણદર્શક નોટિસ આપવામાં આવશે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
