તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
શિવાજી મહારાજની પ્રતિમાના પડવાના વિરોધમાં કૂચ કરશે મહાવિકાસ અઘાડી : ઉદ્ધવ ઠાકરેનું એલાન
તેમણે કહ્યું કે માલવણ કિલ્લામાં શિવાજી મહારાજની પ્રતિમા પવનના કારણે પડી ગઈ હોવાનો દાવો કરવો એ બેશરમીની ચરમસીમા

મુંબઈ : શિવાજી મહારાજની પ્રતિમાને પડવા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે મહાયુતિ સરકારમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરના તે નિવેદનની ટીકા કરી છે જેમાં તેમણે કહ્યું હતું કે શિવાજી મહારાજની પ્રતિમાના પડવાથી કંઈક સારું થઈ શકે છે.
તેમણે કહ્યું કે માલવણ કિલ્લામાં શિવાજી મહારાજની પ્રતિમા પવનના કારણે પડી ગઈ હોવાનો દાવો કરવો એ બેશરમીની ચરમસીમા છે. આના વિરોધમાં 1 સપ્ટેમ્બરે મહાવિકાસ અઘાડી દ્વારા પદયાત્રા કાઢવામાં આવશે તેવી જાહેરાત કરી હતી
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
