તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
વિશ્વ બજારમાં સોના ચાંદીના ભાવમાં નરમાઇ : ઘરેલુ બજારમાં કિંમતી ધાતુમાં એકંદરે સ્થિરતા
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ગોલ્ડના ભાવ ઔંસ દીઠ ભાવ રૂપિયા 10.70 ડોલર ઘટીને 2,542.20 ડોલર થયા:ચાંદીનો ભાવ ઔંસ દીઠ 29.93 ડોલર રહ્યો

મુંબઈ :વૈશ્વિક બજારોમાંથી નબળા સંકેત વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. જ્યારે ચાંદીના ભાવમાં એકંદરે નરમ વલણ જોવા મળતુ હતું. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 74,350 પર સ્થિર રહ્યા છે.
જ્યારે સોનું (99.5)ના 10 ગ્રામના ભાવ રૂપિયા 74,000 રહ્યા છે. જોકે દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં રૂપિયા 400નો ઘટાડો થયો હતો અને ભાવ રૂપિયા 87,800 પહોંચ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ ગોલ્ડના ભાવ ઔંસ દીઠ ભાવ રૂપિયા 10.70 ડોલર ઘટીને 2,542.20 ડોલર થયા હતા. જ્યારે ચાંદીનો ભાવ ઔંસ દીઠ 29.93 ડોલર રહ્યો હતો.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં એકંદરે મંદી જોવા મળી હતી. અમદાવાદ ખાતે સિલ્વલ રૂપિયા 86,000થી રૂપિયા 2000 ઘટીને રૂપિયા 84,000 થઈ છે. સોનું રૂપિયા 74,200 રૂપિયા 200 ઘટી રૂપિયા 74,000 રહ્યા હતા. જ્યારે અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 74,000થી રૂપિયા 200 તૂટી રૂપિયા 73,800 રહ્યા હતા.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
