<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

કેન્દ્રએ બિહારના DGP આરએસ ભાટીને સોંપી નવી જવાબદારી : IPS દલજીત સિંહ ચૌધરીને BSFની કમાન સોંપાઈ

બિહારના ડીજીપી આરએસ ભાટી (આઈપીએસ આરએસ ભાટી)ને નવી જવાબદારી આપતા કેન્દ્ર સરકારે તેમને સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલના પદ પર નિયુક્ત કર્યા:IPS અધિકારી દલજીત સિંહ ચૌહરીને BSFના ડાયરેક્ટર જનરલ બનાવાયા

પટના : કેન્દ્ર સરકારે બિહારના DGPના પદ પર ફરજ બજાવતા IPS રાજવિંદર સિંહ ભાટી (IPS RS ભાટી)ને નવી જવાબદારી સોંપી છે. કેન્દ્રએ તેમને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના મહાનિર્દેશક (DG)ના પદ પર નિયુક્ત કર્યા છે.

  આ સિવાય કેન્દ્ર સરકારે IPS અધિકારી દલજીત સિંહ ચૌહરીને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. ચૌધરી હાલમાં SSB ના ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા હતા.

   આરએસ ભટ્ટી બિહાર કેડરના 1990 બેચના આઈપીએસ અધિકારી છે. દલજીત સિંહ ચૌધરી પણ યુપી કેડરના 1990 બેચના આઈપીએસ અધિકારી છે.

 ભટ્ટી 30 સપ્ટેમ્બર, 2025ના રોજ નિવૃત્ત થવાના છે. તેવી જ રીતે, ચૌધરી પણ 30 નવેમ્બર 2025ના રોજ નિવૃત્ત થશે. આવી સ્થિતિમાં બંને અધિકારીઓને તેમની નિવૃત્તિની તારીખ સુધીનો આ કાર્યકાળ આપવામાં આવ્યો છે.

   IPS RS ભાટીને ડિસેમ્બર 2022 માં બિહારના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

  અગાઉ તેઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ઈસ્ટર્ન કમાન્ડના ADG તરીકે કામ કરતા હતા. તમને જણાવી દઈએ કે ભટ્ટી સિવાનના પૂર્વ સાંસદ શહાબુદ્દીનની ધરપકડ કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતા.

(10:54 PM IST)