<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

દેશમાં યુદ્ધ, આતંકવાદ, નક્સલવાદથી વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં ગુમાવ્યા જીવ:નીતિન ગડકરી

વર્ષ 2022માં 4,61,312 માર્ગ અકસ્માતો થયા જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા અને 4,43,366 લોકો ઈજાગ્રસ્ત થયા

નવી દિલ્હી : દેશમાં માર્ગ અકસ્માતમાં થઈ રહેલા મોંત ચિંતાનો મોટો વિષય બની ગયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ બાબતોના મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદથી પણ વધારે લોકોના મોત માર્ગ અકસ્માતમાં થઈ રહ્યા છે. એક કાર્યક્રમમાં તેમણે આ માહિતી આપી હતી.

ગડકરીએ કહ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે, જેમાં 1.5 લાખ લોકોના મોત થાય છે. જ્યારે ત્રણ લાખ લોકો ઈજાગ્રસ્ત થાય છે. તેનાથી દેશના GDPમાં 3 ટકાનું નુકસાન થાય છે.મોટાભાગે ચાલકોને દુર્ઘટના માટે દોષિત ઠરાવવામાં આવે છે. પણ મે ઝીણવટપૂર્વક જોયું છે કે મોટાભાગના અકસ્માત માર્ગ એન્જીનિયરિગની ખામીન લીધે થાય છે.

કેન્દ્રીય મંત્રીએ તમામ હાઈવેના સેફ્ટી ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આપણે લેન શિસ્તનું પાલન કરવાની જરૂર છે. ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ્બ્યુલન્સ અને તેમના ડ્રાઇવરો માટે એક કોડ તૈયાર કરી રહ્યું છે, જેથી તેઓને માર્ગ અકસ્માત પીડિતોને ઝડપથી બચાવવા માટે કટર જેવા અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવાની તાલીમ આપી શકાય. જો આપણે આંકડાઓને સમજીએ તો કેલેન્ડર વર્ષ 2022માં 4,61,312 માર્ગ અકસ્માતો થયા હતા જેમાં 1,68,491 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 4,43,366 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

(10:55 PM IST)