તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
મોડી રાતના અહેવાલ મુજબ કચ્છ તરફ ડિપ્રેશન આવી રહ્યું છે: હવામાનમાં ફેરફાર થયો: વરસાદ સાથે પવનની સ્પીડ વધી: સવારથી રાત સુધીમાં અડધોથી ચાર ઇંચ વરસાદ પડ્યો: અમિત અરોરાની દસેય તાલુકા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ

ભુજ : કચ્છ તરફ ડિપ્રેશન આવી રહ્યું છે, તેની અસર તળે હવામાનમાં ફેરફાર વરતાયો, અત્યારે રાત્રે ભુજમાં પવન સાથે વરસાદનું જોર વધ્યું છે, એકંદરે સમગ્ર જિલ્લામાં છુટો છવાયો ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર વરસાદ પડી રહ્યો છે, આજે સવારે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીના વરસાદના આંકડા, લખપત ચાર ઈંચ, માંડવી સાડા ત્રણ ઈંચ, નખત્રાણા ૩ ઈંચ, અંજાર ૨ ઈંચ, મુન્દ્રા, ગાંધીધામ, ભુજ દોઢ ઈંચ, રાપર અને ભચાઉ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.
જોકે, આ લખાય છે ત્યારે રાત્રે ૧૦ વાગ્યે વરસાદ સાથે પવનની ઝડપ વધી છે. કલેક્ટર અમિત અરોરાએ મોડી સાંજે કચ્છના દસે દસ તાલુકાઓમાં વીડિયો કોન્ફરન્સ કરી ઉચ્ચ અધિકારીઓ સહિત સમગ્ર તંત્રને એલર્ટ કર્યું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
