<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

અમીરોની યાદીમાં સૌથી યુવા ભારતીય કૈવલ્ય વોહરા કોણ છે?:માત્ર 21 વર્ષમાં હજારો કરોડની સંપત્તિ બનાવી

સૌથી અમીર ભારતીયોની યાદી (હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ) બહાર પાડી જેમાં 300થી વધુ ભારતીય અબજોપતિઓના નામ: મોટા ઉદ્યોગપતિઓ, ફિલ્મ સ્ટાર્સ અને વિવિધ ક્ષેત્રના દિગ્ગજોથી શણગારેલી આ યાદીમાં 21 વર્ષના એક યુવકે પણ પોતાનું સ્થાન બનાવ્યું

નવી દિલ્હી. હુરુન ઈન્ડિયાએ અમીરોની નવી યાદી જાહેર કરી છે, જે મુજબ ગૌતમ અદાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. રિપોર્ટમાં 300થી વધુ અબજોપતિ ભારતીયોના નામ સામેલ છે.

   જો કે, નોંધનીય વાત એ છે કે અબજોપતિઓની યાદીમાં 21 વર્ષના યુવકનું નામ પણ છે અને તે આ યાદીમાં સૌથી નાની ઉંમરના વ્યક્તિ છે. આ યુવકનું નામ કૈવલ્ય વ્હોરા છે. રિપોર્ટ અનુસાર 21 વર્ષના કૈવલ્યની કુલ સંપત્તિ અંદાજે 3,600 કરોડ રૂપિયા છે.

(11:30 PM IST)