<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

નેશનલ ડિફેન્‍સ એકેડેમી, નેવેલ એકેડેમી અને કમ્‍બાઈન્‍ડ ડીફેન્‍સ સર્વિસ પરીક્ષા ૧ સપ્‍ટેમ્‍બરના રોજ લેવાશે

પરીક્ષાના દિવસે ઉમેદવારો માટે કંટ્રોલરૂમ કાર્યરત કરાશેઃ UPSC દ્વારા પરીક્ષાની કાર્યવાહી

રાજકોટ તા. ૩૦ : યુનિયન પબ્‍લિક સર્વિસ કમિશન દ્વારા આગામી તા.૧ સપ્‍ટેમ્‍બરના રોજ નેશનલ ડિફેન્‍સ એકેડેમી, નેવેલ એકેડેમી પરીક્ષા અને કમ્‍બાઈન્‍ડ ડીફેન્‍સ સર્વિસ પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે રાજકોટ ખાતે કુલ-૩ કેન્‍દ્ર યુ.પી.એસ.સી. દ્વારા નકકી કરાયા છે. આ પરીક્ષા સંબંધે જિલ્લા પુરવઠા કચેરી ખાતે પરીક્ષાના દિવસ દરમિયાન કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. જેના ફોન નં.૦૨૮૧-૨૪૭૬૮૯૧ છે.

     પરીક્ષા કેન્‍દ્ર પરીક્ષાર્થીઓ માટે પ્રવેશ પેપર શરૂ થવાના ૩૦ મિનીટ પહેલા બંધ કરવામાં આવશે. ઇ-એડમીટ કાર્ડ વગર કોઇપણ ઉમેદવારને પ્રવેશ મળશે નહી.

મોબાઇલ ફોન, અન્‍ય આઈ.ટી. કે ઇલેક્‍ટ્રોનિક્‍સ ગેઝેટસ, સ્‍માર્ટ/ડિજીટલ વોચ, બુક્‍સ, બેગ્‍સ, (ઇ-એડમીટ કાર્ડમાં છપાયેલ સુચનાની વિગતે) આ વસ્‍તુઓ સાથે પરીક્ષા સ્‍થળની અંદર પ્રવેશ પ્રતિબંધીત છે. આ વસ્‍તુઓ રાખવા માટે વેન્‍યુ સુપરવાઇઝર દ્વારા કોઈ વ્‍યવસ્‍થા કરવામાં આવશે નહી, ઉમેદવારે આ અંગે જાતે વ્‍યવસ્‍થા કરવાની રહેશે. ઉક્‍ત વસ્‍તુઓ પૈકી કોઇ પણ ગુમ થવાના કિસ્‍સામાં કમિશન જવાબદાર રહેશે નહી.

     ઉમેદવાર પરીક્ષા કેન્‍દ્રની અંદર ફક્‍ત ઇ-એડમીટ કાર્ડ, પેન, પેન્‍સીલ, આઇડેન્‍ટી પ્રુફ અને પોતાના ફોટોગ્રાફ લઇ જઈ શકે છે.

(12:35 PM IST)