<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ભાજપે જમ્‍મુ-કાશ્‍મીરમાં પેરાશુટ નેતાઓ ઉપર દાવ લગાવ્‍યો છે

કાશ્‍મીરમાં મુસ્‍લીમ ઉમેદવારોને સહારે કાશ્‍મીર ફતેહ કરવાની રણનિતી

જમ્‍મુ,  તા., ૩૦: ભાજપે આવી રહેલી  વિધાનસભા ચુંટણીઓમાં જીત મેળવવા સ્‍થાનીક મુસ્‍લીમ ઉમેદવારોને મેદાનમાં ઉતારતા અન્‍ય રાજનિતિક દળો પણ આヘર્યમાં મુકાઇ ગયા છે. જમ્‍મુ વિધાનસભા ક્ષેત્રમાં તેમણે પેરાશુટ નેતાઓને મેદાનમાં ઉતારી પાર્ટીમાં જ આંતરીક વિદ્રોહને પોષ્‍યો છે. ભાજપે બીજા દળોમાંથી આવેલા નેતાઓ ઉપર દાવ ખેલ્‍યો છે. બીજા દળોમાંથી આવેલા આ નેતાઓ ભાજપની રણનિતિનો ભાગ છે જેમાં ભાજપ જમ્‍મુમાં હિન્‍દુગઢ મનાતા ક્ષેત્રમાં પોતાની રાજકિય જમીન બચાવી રાખવા માંગે છે. ભાજપે બીજા પક્ષોમાંથી આવેલા અડધો ડઝન નેતાઓને ટીકીટ આપી છે. જેમાં નેશનલ કોન્‍ફરન્‍સના પુર્વ પ્રાંતીય અધ્‍યક્ષ દેવેન્‍દ્ર રાણા અને પીડીપીના પુર્વ નેતા ચૌધરી જુલ્‍ફીકાર, કોંગ્રેસના પુર્વ નેતા શામલાલ શર્મા, નેશનલ કોંગ્રેસમાંથી આવેલા સુરજીતસિંહ સલાથીયા જેવા નામો સમાવિષ્‍ટ છે.

ભાજપે ભલે બીજા દળોના દિગ્‍ગજ નેતાઓને પોતાના તરફથી ચુંટણી મેદાનમાં ઉતર્યા હોય પરંતુ ભાજપમાં જ અંદરો અંદર ખેંચતાણ શરૂ થઇ ગઇ છે. ભાજપે આ સીટો ઉપર નેતાઓની સાથે સાથે કાર્યકરોને પણ સાધી રાખવા જ નહિ ચુંટણીઓમાં તેમને એકટીવ રાખવાનું પણ ટેન્‍શન છે. આ ઉપરાંત ભાજપે જે સીટો ઉપર મુસ્‍લીમ ઉમેદવારોને ઉતારવાનો દાવ ખેલ્‍યો છે તે સીટો ઉપર હિન્‍દુ વોટોને સાધી રાખવાની ચેલેન્‍જ પણ છે. વિધાનસભા ચુંટણીઓ માટે ભાજપે અત્‍યાર સુધીમાં ૪પ ઉમેદવારોનું એલાન કર્યુ છે. ભાજપે પોતાના દિગ્‍ગજ નેતાઓને સાઇડલાઇન કરી બીજા દળોમાંથી આવેલા નેતાઓને મહત્‍વ આપ્‍યું છે.

(4:02 PM IST)