<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

છત્રપતિ શિવાજીની પ્રતિમા પડવા પર પીએમ મોદીએ કહ્યું - હું માથું નમાવીને માફી માગું છું

પીએમ મોદીએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા બદલ માફી માંગી:પીએમ મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે માત્ર એક નામ નથી, તેઓ અમારી મૂર્તિ છે.

મુંબઈ : પીએમ મોદીએ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડવા બદલ માફી માંગી છે. આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ અમારા માટે માત્ર એક નામ નથી, તેઓ અમારી મૂર્તિ છે.

 સોમવારે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના રાજકોટ કિલ્લામાં મરાઠા યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની 35 ફૂટ ઊંચી પ્રતિમા પડી હતી.

    વડાપ્રધાન મોદીએ  મહારાષ્ટ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે પાલઘરમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, કેન્દ્રીય પ્રધાન સર્બાનંદ સોનોવાલે તેમનું સન્માન કર્યું હતું.

  પીએમ  મોદીએ અહીં 76,000 કરોડ રૂપિયાના વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. તેમણે આશરે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ પહેલા તેણે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને પણ સંબોધિત કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાના સંબોધન દરમિયાન ભૂતકાળમાં શત્રપતિ શિવાજીની પ્રતિમા પડી જવા અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, શિવાજીની પ્રતિમા પડવા બદલ હું માથું નમાવીને માફી માંગુ છું.

    મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું, 'આજે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વાધવન પોર્ટના શિલાન્યાસ સમારોહમાં હાજર રહેલા તમામ લોકોનું સ્વાગત કરું છું. આખા મહારાષ્ટ્ર માટે આ સોનેરી દિવસ છે. આ એક ગેમ ચેન્જર પ્રોજેક્ટ છે. તેનો મુખ્ય ફાયદો પાલઘરના લોકોને મળશે. પોર્ટનો પ્રથમ તબક્કો 2029 સુધીમાં ખુલશે.

પીએમ મોદી દ્વારા શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે અને  ઉદ્ઘાટન પણ પીએમ મોદી જ કરશે. વાધવન દેશનું સૌથી મોટું બંદર હશે અને સમગ્ર વિશ્વના ટોપ ટેન બંદરોની યાદીમાં ભારતનો સમાવેશ થશે. આ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે.

(8:40 PM IST)