હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય જીતેશ અંતાપુરકર શુક્રવારે (30 ઓગસ્ટ) ભાજપમાં જોડાયા હતા. ગુરુવારે (29 ઓગસ્ટ) જ તેમણે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. જિતેશ અંતાપુરકર પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યસભા સાંસદ અશોક ચવ્હાણની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.
તેઓ અશોક ચવ્હાણના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. અંતાપુરકરના મુદ્દા પર વાત કરતી વખતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે વિધાન પરિષદની ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કારણે કોંગ્રેસ પાર્ટીએ પહેલા જ જીશાન સિદ્દીકી અને અંતાપુરકરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે .
જિતેશ અંતાપુરકર મહારાષ્ટ્રમાં વિધાનસભા પેટાચૂંટણીમાં દેગલુર સીટ પરથી જીત્યા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીત્યા હતા. એવું કહેવાય છે કે તેમણે પોતાના મતવિસ્તારના વિકાસ માટે ઘણું કામ કર્યું. અંતાપુરકરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સામાજિક કલ્યાણના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાન પરિષદ અને રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો દ્વારા ક્રોસ વોટિંગના અહેવાલો આવ્યા હતા, જેમાં એક જિતેશ અંતાપુરકરનું નામ પણ સામેલ હતું.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અંતાપુરકર થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને પણ મળ્યા હતા. જોકે તેમણે કહ્યું હતું કે તેઓ ખેડૂતોના મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપમાં જોડાવાના સમાચારને પણ નકારી કાઢ્યા હતા. જો કે, જ્યારથી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા ત્યારથી અંતાપુરકર ભગવા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી હતી.
નોંધનીય છે કે જીતેશ અંતાપુરકરના પિતા રાવસાહેબ વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણી જીત્યા હતા, પરંતુ 2021માં કોરોના સંક્રમણ દરમિયાન તેમનું અવસાન થયું હતું. ત્યારપછીની પેટાચૂંટણીમાં પુત્ર જીતેશ અંતાપુરકરનો વિજય થયો હતો.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM