<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

૭.૫ કરોડથી વધુ ભારતીયોએ ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યા: ૪.૭૨ કરોડ ભારતીયોએ "નીલ" ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કર્યા: ૨૩ વ્યક્તિઓની ૫૦૦ કરોડથી વધુ: ૨૬૨ વ્યક્તિની વાર્ષિક આવક ૧૦૦ થી ૫૦૦ કરોડની વચ્ચે: ૫૦ થી ૧૦૦ કરોડની વચ્ચે વેતન ધરાવતી દેશમાં ૬૮ વ્યક્તિઓ: ૨ કરોડ દેશવાસીઓ વર્ષે રૂ. ૫.૫ લાખ થી રૂ. ૯.૫ લાખની વચ્ચે કમાય છે: ન્યૂઝફર્સ્ટ

નાણા મંત્રાલય કહે છે, '૭.૫ કરોડથી વધુ ભારતીયોએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કર્યા: 

૪.૭૨ કરોડ ભારતીયોએ "નીલ" ઇન્કમટેક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કર્યા છે.

૨૩ વ્યક્તિઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૫૦૦ કરોડથી વધુની આવક જાહેર કરી.

૨૬૨ વ્યક્તિઓએ કે ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં રૂ. ૧૦૦ કરોડ અને રૂ. ૫૦૦ કરોડની વચ્ચેની વેતન આવક સાથે આઈટીઆર ફાઇલ કર્યું હતું.

 • જ્યારે, વાર્ષિક રૂ. ૫૦ કરોડથી રૂ. ૧૦૦ કરોડની વચ્ચે વેતન ધરાવતી ૬૮ વ્યક્તિઓ છે.

 • ૨ કરોડથી વધુ વ્યક્તિઓ, વાર્ષિક રૂ. ૫.૫ લાખ અને રૂ. ૯.૫ લાખની વચ્ચે કમાય છે. 

• રસપ્રદ રીતે, આઇટીઆર ડેટા દર્શાવે છે કે દેશમાં ત્રણ વ્યક્તિઓએ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં હાઉસ પ્રોપર્ટીમાંથી વાર્ષિક રૂ. ૨૫ કરોડથી રૂ. ૫૦ કરોડની વચ્ચેની આવક મેળવી છે. 

 • જ્યારે, ૩૨ વ્યક્તિઓએ હાઉસ પ્રોપર્ટીમાંથી વાર્ષિક રૂ. ૧૦ કરોડથી રૂ. ૨૫ કરોડની આવક મેળવી હતી. 

 • વ્યવસાયિક આવકની વાત કરીએ તો (પગાર સિવાય), આવકવેરા ડેટા સૂચવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં વાર્ષિક ₹૧૦૦ કરોડથી ₹૫૦૦ કરોડની વચ્ચે વ્યવસાયિક આવક ધરાવતી માત્ર ૧૬ વ્યક્તિઓ છે, ત્યારબાદ ₹૫૦ કરોડ અને ૧૦૦ કરોડની વચ્ચેની વ્યવસાયિક આવક ધરાવતી ૪૧ વ્યક્તિઓ છે. 

(10:30 PM IST)