News of Friday, 30th August 2024
મુન્દ્રા પોર્ટ બહાર ટ્રકોના થપ્પા: ભારે વરસાદ અને તેજ પવન સાથે વાવાઝોડાની ચેતવણીને પગલે સાવચેતી અર્થે અદાણી પોર્ટ દ્વારા કામકાજ બંધ : પોર્ટ બહાર વાહનોના થપ્પા લાગ્યા

ગઈકાલ ૨૯/૮ ના મોડી રાતે ત્રણ વાગ્યાથી આજે બપોરે ૩૦/૮ ના ૧ વાગ્યા સુધી પોર્ટનું કામકાજ બંધ રખાયેલ. તેને કારણે પોર્ટ બહાર ટ્રક અને ટ્રેઇલરના થપ્પા લાગી ગયા હતા. રસ્તા ઉપર ભરાયેલા પાણી અને વરસાદના કારણે ડ્રાઇવરો હેરાન પરેશાન થયા હતા. તેમનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, હવે પોર્ટ ઉપર ઓપરેશન શરુ થઈ ગયું છે તેમ જ વરસાદ અને વાવાઝોડાનો ભય ટળી ગયો છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(10:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
