<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

ગળામાં અજગર લપેટી ભીખ માગતા યુવકને અજગરે જ જકડીને મારી નાખ્‍યો

ઝારખંડની દુઃખદ ઘટના : મૃતદેહ રસ્‍તા પર પડ્‍યા બાદ અજગર રસ્‍તા પર આમતેમ ભાગીને સંતાવાનું સ્‍થળ શોધવા લાગ્‍યો હતો, તેનાથી સ્‍થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ

રાંચી, તા.૩૧: અજગર-સાપ બતાવીને લોકો પાસે ભીખ માગતા હેમંત સિંહે કયારેય વિચાર્યું નહી હોય કે આ સાપ જ તેનો જીવ લઈ લેશે. પટમદાના રપચા ગામનો રહેવાસી હેમંત શહેરના ડિમના રોડમાં હીરા હોટલ નજીક ગુરુવારે સવારે ૦૯.૩૦ વાગે ગળામાં અજગરને લપેટીને લોકો પાસે ભગવાનના નામે ભીખ માગી રહ્યો હતો. આ દરમિયાન અજગરે તેને જકડીને મારી નાખ્‍યો. અજગર દ્વારા હેમંતનું શરીર જકડી રાખવાના કારણે હેમંત સિંહનું મળત્‍યુ થઈ ગયુ.

અજગરના હટયા બાદ સ્‍થાનિક લોકો હેમંત સિંહને સારવાર માટે એમજીએમ હોસ્‍પિટલ લઈ ગયા પરંતુ ડોક્‍ટરોએ તપાસ બાદ તેને મળત જાહેર કરી દીધો. ૫૨ વર્ષીય હેમંત સિંહ હંમેશા ગામમાંથી સાપ પકડીને લાવતો હતો અને લોકો પાસે ભીખ માગીને ગુજરાત ચલાવતો હતો. ગુરુવારે સવારે પણ તે અજગરને લઈને ડિમના રોડ પહોંચ્‍યો. અજગરને તેણે ગળામાં લપેટીને રાખ્‍યો હતો. તે લોકોને અજગર બતાવી રહ્યો હતો તે દરમિયાન અજગરે તેને જકડવાનું શરૂ કર્યું. જોતજોતામાં જ તે રસ્‍તા પર પડીને તડપવા લાગ્‍યો.

ત્‍યાં હાજર લોકો સાંપથી તેને છોડાવવાની હિંમત કરી શકયાં નહીં. થોડા જ સમય બાદ હેમંતનું મળત્‍યુ નીપજ્‍યુ. લોકોએ જણાવ્‍યુ કે ચાર દિવસ પહેલા પણ તે એક સાંપ લઈને હાઈવે પર ફરતો જોવા મળ્‍યો હતો. ઘટનાની માહિતી મળતાં તેનો પુત્ર જગબંધુ સિંહ એમજીએમ હોસ્‍પિટલ પહોંચ્‍યો. પોલીસે અસ્‍વાભાવિક મોતનો કેસ નોંધીને મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધો.

હેમંતનો મળતદેહ રસ્‍તા પર પડ્‍યા બાદ અજગર રસ્‍તા પર આમતેમ ભાગીને સંતાવાનું સ્‍થળ શોધવા લાગ્‍યો હતો. તેનાથી સ્‍થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ. માહિતી મળતાં ભાજપ નેતા વિકાસ સિંહ ઘટના સ્‍થળ પર પહોંચ્‍યા. તેમણે તાત્‍કાલિક મદારીને બોલાવીને અજગરને પકડાવ્‍યો, જેને વન વિભાગને સોંપી દેવાયો.

(9:37 AM IST)