<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

૨૦૨૯માં પણ પીએમ બનશે મોદી ! ૫ વર્ષ પહેલા જ કરી દીધું એલાન : ચોથીવાર સત્તા સંભાળશે

૫ વર્ષ બાદ ફરીથી કેન્‍દ્રમાં NDAની સરકાર બનશે : મોદી

નવી દિલ્‍હી તા. ૩૧ : ભારતીય જનતા પાર્ટી ભલે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પછી પૂર્ણ બહુમતી સાથે સરકાર ન બનાવી શકી પરંતુ પીએમ મોદીને વિશ્વાસ છે કે તેઓ ૨૦૨૯માં ચોક્કસપણે ફરીથી વડાપ્રધાન બનશે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનની ચર્ચા હજુ પૂરી થઈ નથી. સમયાંતરે તેની ચર્ચા થાય છે. ભાજપ આગામી ચૂંટણીને લઈને હિંમતભેર પગલાં લઈ રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન  મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે કેન્‍દ્રમાં પાંચ વર્ષ પછી એટલે કે ૨૦૨૯માં NDAની સરકાર બનશે.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે કહ્યું કે તેઓ ૨૦૨૯માં સતત ચોથી વખત સત્તામાં પાછા ફરશે. પીએમ મોદીએ એ વાતનો સંકેત આપ્‍યો છે કે પાંચ વર્ષ પછી કેન્‍દ્રમાં માત્ર એનડીએની જ સરકાર બનશે. મુંબઈમાં ગ્‍લોબલ ફિનટેક ફેસ્‍ટને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આ પાંચમો ફિનટેક ફેસ્‍ટ છે અને તેઓ પાંચ વર્ષ પછી યોજાનાર દસમા ફિનટેક ફેસ્‍ટમાં પણ હાજરી આપશે. એટલે કે વડાપ્રધાને ઈશારામાં સંકેત આપ્‍યો કે પાંચ વર્ષ પછી પણ કેન્‍દ્રમાં તેમની સરકાર જ રહેશે અને તેઓ વડાપ્રધાન તરીકે ફિનટેક ફેસ્‍ટમાં ભાગ લેશે. ફિનટેક ફેસ્‍ટમાં પીએમ એ એમ પણ કહ્યું કે અમારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે. બીજેપી નેતા સંબિત પાત્રાએ પોતાના એક્‍સ એકાઉન્‍ટ પર પીએમ મોદીનો વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ભારતના ફિનટેક ઇનોવેશનની પ્રશંસા કરતા પીએમ મોદીએ કહ્યું, ‘પહેલા ભારતમાં આવતા વિદેશી મહેમાનો તેની સાંસ્‍કૃતિક વિવિધતાથી આヘર્યચકિત થઈ ગયા હતા, હવે તેઓ પણ તેની ફિનટેક વિવિધતાથી આヘર્યચકિત થઈ ગયા છે.' પીએમ મોદીએ કહ્યું કે ભારતની ફિનટેક ક્રાંતિ વ્‍યાપક છે અને તમે તેને એરપોર્ટથી લઈને સ્‍ટ્રીટ ફૂડ અને શોપિંગ સેન્‍ટરો સુધી જોઈ શકો છો. તેમણે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં ઉદ્યોગને ૩૧ બિલિયન ડોલરથી વધુનું વિક્રમી રોકાણ મળ્‍યું છે અને સ્‍ટાર્ટઅપ્‍સમાં ૫૦૦ ટકા વૃદ્ધિ જોવા મળી છે.

(10:48 AM IST)