News of Saturday, 31st August 2024
સંઘ આવતા વર્ષે દશેરાએ શતાબ્દી વર્ષ ઉજવશેઃ પાંચ નવા પ્રકલ્પો શરૂ કરશે
કેરળના પલકકડમાં આરએસએસની ૩ર સંસ્થાઓની ત્રિદિવસીય બેઠકઃ મોહન ભાગવત, જે. પી. નડ્ડાની ઉપસ્થિતિ સામાજીક સમરસતા, પારિવારીક જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ, આત્મનિર્ભરતા તથા નાગરિક જવાબદારી ઉપર કામ કરાશે

પલકકડ તા.૩૧: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસીય સંકલન બેઠક કેરળના પલક્કડમાં આજથી શરૂ થઈ છે. જે ૨ સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. આ દરમિયાન આરએસએસ વડા મોહન ભાગવત, દત્તાત્રેય હોસાબલે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા અને અન્ય નેતાઓ પહોંચ્યા હતા. આ બેઠકની શરૂઆતમાં, વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અને તેમાં મદદ કરવા માટે સંઘના કાર્યકરોના કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી.
સંઘની આ બેઠક ૩૧મી ઓગસ્ટથી ૨જી સપ્ટેમ્બર સુધી યોજાશે. આરએસએસથી પ્રેરિત લગભગ ૩૨ સંસ્થાઓના ૩૨૦ જેટલા પ્રતિનિધિઓ પણ તેમાં ભાગ લઈ રહ્યા છે. સંઘના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ આરએસએસની કાર્યકારી બેઠક નથી, પરંતુ તેની સાથે જોડાયેલા વિવિધ સંગઠનોની બેઠક છે. આ બેઠકમાં આરએસએસ પ્રેરિત સંસ્થાઓના કાર્યકર્તાઓ તેમના કામ વિશેની માહિતીની આપ-લે કરશે અને અનુભવોનું આદાનપ્રદાન કરશે.
એક પ્રશ્નના જવાબમાં સંઘના આંબેડકરે કહ્યું કે આ બેઠકમાં બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે આરએસએસ ૨૦૨૫માં વિજયાદશમી પર તેનું શતાબ્દી વર્ષની ઉજવણી કરશે, ત્યારે સંગઠન પાંચ નવી પહેલ શરૂ કરશે.
તેમાં સામાજિક સમરસતા, પારિવારિક જાગળતિ, પર્યાવરણ સંરક્ષણ, આત્મનિર્ભરતા અને નાગરિક જવાબદારીનો સમાવેશ થાય છે. આરએસએસ નેતાએ કહ્યું કે, સામાજિક સમરસતા અંતર્ગત સંગઠન સમાજમાં એકતા અને સંવાદિતા વધારવાનો પ્રયાસ કરશે.
કૌટુંબિક જાગળતિ હેઠળ તે પરિવારોને કેવી રીતે મજબૂત કરી શકાય અને તેઓ રાષ્ટ્ર નિર્માણમાં કેવી રીતે યોગદાન આપી શકે તે જોશે.તેમણે કહ્યું કે, પર્યાવરણ સંરક્ષણ પહેલમાં, સંસ્થા પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે લોકોને તેમની જીવનશૈલી બદલવા માટે પ્રેરિત કરશે.
જ્યારે સ્વ-નિર્ભરતા હેઠળ, સંસ્થા સ્વદેશી ઉત્પાદનો અને સ્વ-નિર્ભરતાને પ્રોત્સાહન આપશે અને નાગરિક જવાબદારી હેઠળ, લોકોને તેમના અધિકારો તેમજ તેમની નાગરિક ફરજોની યાદ અપાશે
(2:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
