News of Saturday, 31st August 2024
બેગૂસરાયમાં ગિરિરાજ સિંહ ઉપર થયો હુમલો: કેન્દ્રીય મંત્રીના જનતા દરબારમાં ઘટના બની
પોલીસે બલિયા સ્થિત આમ આદમીના પૂર્વ જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ સૈફીની ધરપકડ કરી

બેગુસરાયના બલિયા ખાતે જનતા દરબાર પૂરો થયા બાદ બહાર નિકળી રહ્યા હતા તે સમયે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પર હુમલો કરવાનો પ્રયાસ થયો છે. પોલીસે બલિયા સ્થિત આમ આદમીના ભૂતપૂર્વ જિલ્લા અધ્યક્ષ મોહમ્મદ સૈફીની ધરપકડ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના નિવેદનમાં ગિરિરાજ સિંહે લખ્યું કે હું ગિરિરાજ છું અને હું હંમેશા સમાજના હિતો માટે બોલતો રહીશ. સંઘર્ષ કરીશ. આ હુમલાથી હુ ડરીશ નહીં. દાઢી-ટોપી જોઈને તેમને સહલાવનાર લોકો આજે જોઈ લે કે કેવી રીતે બેગુસરાય બિહાર સહિત દેશમાં લેન્ડ જેહાદ-લવ જેહાદ અને સાંપ્રદાયિક તણાવનું સર્જન કરવામાં આવી રહ્યું છે.
મોહમ્મદ સૈફી અહીં યોજાયેલ જનતા દરબારમાં પહોંચ્યો હતો. પહેલા તો તેણે માઈક પોતાના કબ્જામાં લીધુ અને અયોગ્ય નિવેદનબાજી કરવા લાગ્યો હતો. જ્યારે ભાજપ કાર્યકર્તાઓ અને સામાન્ય લોકોએ આ અંગે વિરોધ કર્યો તો યુવક ગિરિરાજ સિંહ તરફ મુક્કો મારવા ગયો હતો. જોકે સ્થાનિક સુરક્ષા કર્મચારીઓએ તેને પકડી લીધો હતો.
આ સાથે આરોપીએ દાવો કર્યો છે કે તેની અરજી લેવામાં આવી ન હતી. આ અંગે સૈફીએ કહ્યું તમે મારા સાંસદ છો, અરજી લેવી પડશે. આ અંગે ગિરિરાજ સિંહે કહ્યું કે હું તારો સાંસદ નથી. ત્યારબાદ અહીં સૂત્રોચ્ચાર અને ધક્કામુક્કી થવા લાગી હતી. સૈફીની ધરપકડ કરવામાં આવી છે અને તેને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો છે
(8:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
