<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

બાંગ્‍લાદેશમાં લઘુમતિ હિન્‍દુઓની મુશ્‍કેલીઓનો અંત આવતો નથીઃ હિન્‍દુ શિક્ષકો પાસેથી બળજબરથી રાજીનામા લેવાડાવામાં આવી રહ્યા છે

 નવી દિલ્‍હીઃ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની મુસીબતોનો કોઈ અંત આવતો દેખાતો નથી. હુમલા અને અત્યાચારનો સામનો કર્યા બાદ હવે હિંદુઓને સરકારી નોકરીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી રહી છે. 5 ઓગસ્ટથી લગભગ 50 હિંદુ શિક્ષણવિદોને રાજીનામું આપવાની ફરજ પડી છે.

બાંગ્લાદેશ છાત્ર એક્યા પરિષદ, જે બાંગ્લાદેશ હિંદુ બૌદ્ધ ખ્રિસ્તી એક્યા પરિષદના વિદ્યાર્થી સંગઠન છે, તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. સરકારી બાકરગંજ કોલેજના પ્રિન્સિપાલ શુક્લા રોય રાજીનામું આપી રહ્યા હોવાનો ફોટો પણ સામે આવ્યો છે. સાદા કાગળ પર “I Resign” લખીને તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું.

કેટલાક શિક્ષકોએ ઈન્ટરવ્યુ આપ્યું અને બાંગ્લાદેશમાં હિન્દુ શિક્ષકોના રાજીનામાની પુષ્ટિ કરી. સંજય કુમાર મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝ, કાઝી નઝરુલ યુનિવર્સિટી, બાંગ્લાદેશે કહ્યું, “દાદા, હું સંજય કુમાર મુખર્જી, એસોસિયેટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ સ્ટડીઝ, કાઝી નઝરુલ યુનિવર્સિટી, બાંગ્લાદેશનો છું. મને વિભાગના વડાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી અમે આ સમયે હું ખૂબ જ અસુરક્ષિતછું.

ઢાકા યુનિવર્સિટીના ગણિત વિભાગના પ્રોફેસર ડૉ. ચંદ્રનાથ પોદ્દારને વિદ્યાર્થીઓએ રાજીનામું આપવાની ફરજ પડી હતી. જે શિક્ષકોએ ડરના કારણે કેમ્પસમાં ન આવવાનું નક્કી કર્યું હતું તેમને તેમના ઘરે જઈને અપમાનિત કરવામાં આવી રહ્યા છે

(2:59 PM IST)