News of Sunday, 1st September 2024
ઈઝરાયેલી-અમેરિકી બંધકોની હમાસે કરી હત્યા:6 લોકોના મૃતદેહ મળ્યા :બાઈડને કહ્યું- મોટી કિંમત ચુકવવી પડશે
ઈઝરાયેલ-અમેરિકી યુવક હેર્શ ગોલ્ડબર્ગ પોલિનના માતા-પિતાએ આ વાતની પૃષ્ટી કરી કે તેમના દીકરાને બંધક બનાવનાર આતંકવાદીઓએ હત્યા કરી

હમાસના આતંકવાદીઓએ ગાઝામાં ઈઝરાયેલ-અમેરિકાના 6 બંધકોની હત્યા કરી દીધી છે. ઈઝરાયેલની સેનાએ આ તમામના મૃતદેહો મેળવ્યા છે. ઈઝરાયેલ-અમેરિકી યુવક હેર્શ ગોલ્ડબર્ગ પોલિનના માતા-પિતાએ આજે સવારે આ અંગેની વાતની પૃષ્ટી કરી છે કે તેમના દીકરાને બંધક બનાવનાર આતંકવાદીઓએ હત્યા કરી છે.
આ સાથે જ ગોલ્ડબર્ગ-પોલિન કે જે 23 વર્ષનો હતો તેની મુક્તિને સુનિશ્ચિત કરવા માટે માતા-પિતા દ્વારા કેટલાક સમયથી જે અભિયાન ચલાવવામાં આવતુ હતું તેનો અંત આવી ગયો છે. આ સાથે જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે હમાસે તેની મોટી કિંમત ચુકવવી પડશે.
હમાસના આતંકવાદીઓએ ગયા વર્ષે દક્ષિણ ઈઝરાયેલમાં એક સંગીત મહોત્સવ પર હુમલો કરી ગોલ્ડબર્ગ-પોલિન સહિત અન્ય કેટલાક લોકોને બંધક બનાવ્યા હતા. કેલિફોર્નિયાના બર્કલેના હેવાસી ગોલ્ડબર્ગ-પોલિને ગ્રેનેડ હુમલામાં પોતાના બન્ને હાથ ગુમાવી દીધા હતા. એપ્રિલ મહિનામાં હમાસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં તેનો હાથ ગુમાવેલ હોવાનું જોવા મળતો હતો.
ગોલ્ડબર્ગ-પોલિનના પરિવારે ઈઝરાયેલી સેના દ્વારા ગાઝા પટ્ટીની એક સુરંગમાંથી છ મૃતદેહ મળી આવ્યા છે અને મૃતદેહની ઓળખ કરવામાં આવ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ બંધકોાં હેર્શ ગોલ્ડબર્ગ-પોલિન પણ સામેલ છે. નિવેદનમાં પરિવારે કહ્યું કે ગોલ્ડબર્ગ-પોલિન પરિવાર ભારે મનથી પોતાના દીકરા મોતની પુષ્ટી કરી છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
