<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

કોલકાતા રેપ-મર્ડર કેસ નિર્ભયા કેસ કરતાં પણ વધુ બર્બર: ઉપ રાષ્ટ્રપતિએ કેટલાક NGOના મૌન પર ઉઠાવ્યા સવાલ

રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, કેટલીક એનજીઓ ઘણી વખત નાની નાની ઘટનાઓ પર રસ્તા પર આવી જાય છે, તેઓએ મૌન ધારણ કર્યું છે. આપણે તેમને પ્રશ્ન કરવો જોઈએ:તેમનું મૌન કોલકત્તામાં ઘૃણાસ્પદ અપરાધ કરનારા લોકોના દોષિત કૃત્યો કરતાં પણ વધુ ખરાબ છે.

નવી દિલ્હી :ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે, ગત 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે ક્રૂર બળાત્કાર અને હત્યાના કેસમાં કથિત મૌન માટે કેટલીક બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ની ટીકા કરી હતી. આ સાથે તેણે કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાને 2012માં નિર્ભયાની ઘટના કરતાં પણ વધુ બર્બર ગણાવી છે. 

ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, દેશે એવી સલામત અને વ્યવસ્થિત પ્રક્રિયા અપનાવવી પડશે કે, માનવતાની સેવામાં લાગેલા કોઈપણ વિસ્તારના લોકોને કોઈ ખતરો ન હોય.

ઉત્તરાખંડના ઋષિકેશમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આયોજિત કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્ષ 2012માં નિર્ભયા જેવી ઘટના બની હતી, આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આ ઘટના બાદ કાયદામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આખી દુનિયા આપણી તરફ જોઈ રહી છે. જે દેશ આખી દુનિયાને નેતૃત્વ આપી રહ્યો છે અને વસુધૈવ કુટુંબકમની વાત કરી રહ્યો છે, પરંતુ જે દીકરીએ જનતાની સેવા કરવામાં ના તો દિવસ જોયો છે કે ના રાત. તેની અકલ્પનીય સ્તરની નિર્દયતા સાથે હત્યા કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર તબીબ વર્ગ, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય યોદ્ધાઓ ચિંતિત અને પરેશાન છે.

(9:34 PM IST)