<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

જયપુર કિડનેપિંગ કેસમાં ટ્વિસ્ટ : પ્રેમ માટે છોડી નોકરી:પોતાના જ બાળકનું અપહરણ કરવું પડ્યું

જયપુરમાં અપહરણ કરાયેલ બાળકને પોલીસે તેની માતાને પરત કરી દીધું પરંતુ આ બાળક અપહરણકર્તાથી અલગ થતાં ખૂબ રડતો હતો.

રાજસ્થાનના જયપુરનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો, જેમાં અપહરણ કરાયેલ બાળક જ્યારે તેના સંબંધીને આપવામાં આવે છે ત્યારે તે અપહરણકર્તાના ખોળામાંથી ઉતરવા માંગતો નથી અને અપહરણકર્તાને પકડીને રડવા લાગે છે. જેણે પણ આ લાગણીભરી ક્ષણ જોઈ તેની આંખોમાં આંસુ આવી ગયા. બધાએ કહ્યું કે અપહરણકર્તા સાથે રહેવાને કારણે બાળક તેની સાથે અટેચ થઈ ગયો. જો કે આ મામલે એક નવો વળાંક આવ્યો છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે.

   કહેવામાં આવી રહ્યું છે કે બાળકનું અપહરણ કરનાર વ્યક્તિ તેનો જૈવિક પિતા છે. આ બાળકનું જૂન 2023માં અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તે 11 મહિનાનો હતો. તે 14 મહિના સુધી અપહરણકર્તા સાથે રહ્યો. જો કે, જ્યારે બાળક મળી આવ્યું, ત્યારે તેની માતાએ કહ્યું કે અપહરણ કરનાર તેનો સંબંધી હતો. 

  અપહરણકર્તાની ઓળખ તનુજ ચાહર તરીકે થઈ છે અને તે યુપી પોલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ છે. તેણે જણાવ્યું કે તેને તેના સંબંધીની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો હતો. જોકે, ખાપ પંચાયતની બેઠક મળી અને પછી મામલો થાળે પડ્યો. 

  બીજી તરફ મહિલાના લગ્ન જયપુરમાં થયા હતા. તનુજ તે મહિલાના પ્રેમમાં એટલો પાગલ હતો કે તે તેની શોધમાં તેના ઘરે ગયો અને તેના પતિ સાથે મિત્રતા કરી. તેણે સરકારી નોકરી પણ છોડી દીધી. આ પછી મહિલા અને તનુજ વચ્ચે સંબંધ બંધાયા અને તેમને એક પુત્ર થયો. તેણે જે બાળકનું અપહરણ કર્યું હતું તેના વિશે તે કહે છે કે તે તેનો પુત્ર છે અને ડીએનએ ટેસ્ટની પણ માંગ કરી રહ્યો છે. પુત્રના જન્મ પછી તેણે મહિલાને તેની સાથે રહેવા કહ્યું હતું પરંતુ તે તૈયાર ન થઈ અને તેણે પુત્રનું અપહરણ કર્યું.

(10:46 PM IST)