<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

જમ્મુ-કાશ્મીરના કટરામાં વૈષ્ણો દેવી ટ્રેક પર ભૂસ્ખલન : ૨ શ્રદ્ધાળુનાં મોત - ૩ ઘાયલ : રાહત અને બચાવ કામગીરી શરૂ

રવિવારે હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 12 સપ્ટેમ્બર સુધી શુષ્ક હવામાનની આગાહી કરી હતી

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના કટરામાં માતા વૈષ્ણો દેવી રોડ પર ભૂસ્ખલન થયું હતું. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં સોમવારે માતા વૈષ્ણો દેવી મંદિરના નવા માર્ગ પર ભૂસ્ખલન થતાં બે શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ત્રણ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના સોમવારે બની હતી. ઘટના સ્થળેથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં રોડ પર પડેલા સ્ટ્રક્ચરનો કાટમાળ દેખાઈ રહ્યો છે. ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી, જેથી પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.

અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડિંગથી ત્રણ કિલોમીટર આગળ પાંચી નજીકના રસ્તા પર બપોરે લગભગ 2.35 વાગ્યે ભૂસ્ખલન થયું, જેના કારણે ઉપર બનેલા લોખંડના માળખાના એક ભાગને પણ નુકસાન થયું. ભૂસ્ખલન બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એક મહિલા સહિત ત્રણ ઘાયલ યાત્રાળુઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હવે તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે રવિવારે હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરમાં 12 સપ્ટેમ્બર સુધી શુષ્ક હવામાનની આગાહી કરી હતી. જો કે, તે કહે છે કે આગામી થોડા દિવસોમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ પડશે.

 

(4:13 PM IST)