<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd September 2024

વિધવા પુત્રવધુને સસરા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકારઃ હાઇકોર્ટ

 

બિલાસપુર તા. ૩: હાઇકોર્ટે ફેમીલી કોર્ટ દ્વારા વિધવા પુત્રવધુ અને ૯ વર્ષની પૌત્રી માટે નિર્ધારિત ભરણ પોષણની રકમ ચૂકવવાનો સસરાને હુકમ કર્યો છે. ડીવીઝન બેંચે કહ્યું કે હિંદુ દત્તક ગ્રહણ અને ભરણ પોષણ અધિનિયમ ૧૯પ૬ હેઠળ એક વિધવા પુત્રવધુ કલમ ૧૯ હેઠળ પોતાના સસરા પાસેથી ભરણપોષણ મેળવવા હકકદાર છે.

સસરાએ ફેમીલી કોર્ટના હુકમ સામે હાઇકોર્ટમાં અપિલ કરી હતી. હાઇકોર્ટને લાગ્‍યું કે ૪૦ હજારનું પેન્‍શન મેળવતા સસરા પાસે ખેતીની જમીન અને મોટું મકાન પણ છે અને તે ભરણપોષણ ચૂકવવા સમર્થ છે.

હાઇકોર્ટે કહ્યું કે ટ્રાયલ કોર્ટે ભરણ પોષણની બહુ મોટી રકમ નથી નકકી કરી. એટલે હિંદુ દત્તક ગ્રહણ અને ભરણપોષણ અધિનિયમ ૧૯પ૬ની કલમ ૧૮ની જોગવાઇઓ હેઠળ ફેમીલી કોર્ટનો આદેશ ન્‍યાયપૂર્ણ અને ઉચિત છે. આ સાથેજ હાઇકોર્ટે સસરાની અપિલને રદ કરી હતી.

(3:18 PM IST)