લાલબાગ ચા રાજાના પહેલા દર્શનઃ બાપ્પાની મૂર્તિનું થયું ભવ્ય અનાવરણ

ગણેશોત્સવ ૨૦૨૪ પહેલા મુંબઈના સૌથી પ્રખ્યાત લાલબાગ ચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે આ વર્ષની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. લાલબાગ ચા રાજાનો ૨૦૨૪ નો શણગાર અને ડેકોરેશન જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લાલબાગચા રાજા મંડળે ગણેશોત્સવ ૨૦૨૪ના બે દિવસ પહેલા ગુરુવારના રોજ ગણેશોત્સવ ૨૦૨૪ની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. લાલબાગચા રાજાની મૂર્તિનું અનાવરણ પરંપરાગત લોકનૃત્ય અને ગીત સાથે સેંકડો ભક્તોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. દરેકના લાડકા બાપ્પાની એક ઝલક જોવા માટે ભક્તોની ભારે ભીડ અહીં જમા થઈ હતી. મહારાષ્ટ્ર સહિત મુંબઈના દરેક ગણેશ મંડળો દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે ગણેશોત્સવ ૨૦૨૪ની ધામધૂમથી ઉજવણી કરવા તૈયાર છે. લાલબાગચા રાજા મુંબઈમાં સૌથી વધુ પ્રખ્યાત ગણેશ મંડળ છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને બાપ્પાના દર્શન કરવા માટે આતુર રહે છે. દર વર્ષે લાલબાગ મંડળ દ્વારા ગણેશોત્સવ દરમિયાન ૧૦-દિવસની ઉજવણીમાં દર્શન માટે આવેલા દરેક ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
