<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

મુંબઇના ટાઇમ્‍સ ટાવર બિલ્‍ડીંગમાં ભયાનક આગ ભભુકીઃ લોકો ફસાયા હોવાની સંભાવના

ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઇઃ આગના કારણ અંગે તપાસ

મુંબઈ તા.૬: મુંબઈના મિલ્‍સ વિસ્‍તારમાં સ્‍થિત ટાઈમ્‍સ ટાવર બિલ્‍ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ સવારે ૬૩૦ વાગ્‍યાની આસપાસ લાગી હતી. બિલ્‍ડીંગમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ પર કાબૂ મેળવવા માટે ૯ ફાયર ટેન્‍ડર ઘટના સ્‍થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી.

મુંબઈના મિલ્‍સ વિસ્‍તારમાં સ્‍થિત ટાઈમ્‍સ ટાવર બિલ્‍ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી છે . સવારે સાડા છ વાગ્‍યાની આસપાસ આગ લાગી હતી. બિલ્‍ડીંગમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ પર કાબૂ મેળવવા માટે ૯ ફાયર ટેન્‍ડર ઘટના સ્‍થળે પહોંચી ગયા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સ્‍પષ્ટ થયું નથી. તમને જણાવી દઈએ કે કમલા મિલ્‍સ કમ્‍પાઉન્‍ડમાં સ્‍થિત આ ટાવર એક કોમર્શિયલ બિલ્‍ડિંગ છે

(1:46 PM IST)