<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

અમદાવાદમાંથી ૨૦૦ કિલો ડ્રગ્‍સ ઝડપાતા ખળભળાટ યુવાધનને નશામાં ધકેલવાનું ખોફનાક ષડયંત્ર : ત્રણની ધરપકડ

અમદાવાદ ક્રાઇમ બ્રાંચનો સપાટો : એમડી ડ્રગ્‍સ સહિતના પેકેટો મળ્‍યા : તપાસનો ધમધમાટ

નવી દિલ્‍હી, તા.૬: ગુજરાતના યુવાધનને નશામાં ધકેલવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચને મોટી સફળતા મળી છે.૨૦૦ કિલો ડ્રગ્‍સ સાથે જીઆઈડીસી વિસ્‍તારમાંથી ૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, આ જથ્‍થો ટ્રકમાં આવી રહ્યો હતો અને પોલીસને બાતમી મળતા ટીમ કામે લાગી ગઈ હતી,પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથધરી છે,અગામી સમયમાં આ ડ્રગ્‍સ કોને આપવાનું હતું તેને લઈને પણ ખુલાસા થઈ શકે છે.

આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્‍યું છે કે આ ડ્રગ્‍સનો જથ્‍થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો.આશરે ૨૦૦ કિલોથી વધુનો ગાંજો અને એમ.ડી સહિત ડ્રગ્‍સના પેકેટો મળી આવ્‍યા છે.ગુજરાત સહિત અન્‍ય રાજયોમાં પણ ડ્રગ્‍સનો જથ્‍થો ઉતાર્યો હોવાની પોલીસને માહિતી મળી છે. ડ્‍ગ્‍સ અન્‍ય કયા જિલ્લામાં ઉતાર્યું છે તેને લઈ પોલીસે તપાસ હાથધરી છે. ઓડિસાથી ટ્રકમાં સૂકવેલા ગાંજાનો પાઉડર મોટી માત્રામાં મળી આવ્‍યો છે.

ગુજરાત સહિત અન્‍ય રાજ્‍યમાં ડ્રગ્‍સનો જથ્‍થો ઉતર્યો હોવાની ક્રાઇમ બ્રાન્‍ચને માહિતી મળી હતી. ૧૧૦૦ કિલો ડ્રગ્‍સ ઓડિશાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્‍સનો જથ્‍થો વટવા જીઆઇડીસીમાં ઉતારવાનો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચે ડ્રગ્‍સ અન્‍ય કઇ જગ્‍યા પર ઉતારવામાં આવ્‍યો હતો તેને લઇને પણ તપાસ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્‍ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્‍સ સાથે ૩ આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી ૧૪૩.૩૩૦ ગ્રામ એમડી ડ્રગ્‍સ મળી આવ્‍યું હતુ જેની બજાર કિંમત અંદાજે ૧૪ લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા હતા.

અમદાવાદના શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્‍ટ ઓફિસમાંથી સાયબરક્રાઈમે હાઈબ્રીડ ગાંજાના ૩૭ પાર્સલ જપ્ત કર્યા હતા,અલગ-અલગ દેશમાંથી પાર્સલ મંગાવાયા હતા જે દેશના અલગ-અલગ જિલ્લામાં જવાના હતા પરંતુ તે પહેલા જ અમદાવાદની સાયબર ક્રાઈમે તેને ઝડપી પાડયા છે,આ પાર્સલ કોને અને કયાંથી મંગાવ્‍યા હતા તેને લઈ પોલીસે તપાસ તેજ કરી છે.

ડ્રગ્‍સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્‍સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્‍છના ક્રીક વિસ્‍તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્‍સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્‍સ ઝડપાઈ રહ્યુ છે,ત્‍યારે આગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.

(3:20 PM IST)