<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

હરિયાણા ચૂંટણી : કોંગ્રેસના 31 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર: જુલાનાથી વિનેશ ફોગટને ટિકિટ આપી

પ્રથમ યાદીમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત 28 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ: ભૂપિન્દર હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈથી, કુલદીપ વત્સને બદલીથી અને સુરેન્દ્ર પંવારને સોનીપત સીટથી ઉમેદવાર બનાવાયા

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 31 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. વિનેશ ફોગટને જુલાના સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. હરિયાણા કોંગ્રેસ અધ્યક્ષ ઉદયભાનને હોડલ (SC) બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. ભૂપિન્દર હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈથી, કુલદીપ વત્સને બદલીથી અને સુરેન્દ્ર પંવારને સોનીપત સીટથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

   પ્રથમ યાદીમાં ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સહિત 28 વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. આમાં પાર્ટીએ ફરી એકવાર લાલુ પ્રસાદ યાદવના જમાઈ અને રેવાડીથી કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ચિરંજીવ રાવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભિવાની-મહેન્દ્રગઢથી લોકસભા ચૂંટણી હારેલા મહેન્દ્રગઢના સીટીંગ ધારાસભ્ય રાવ દાન સિંહને ફરી એકવાર મહેન્દ્રગઢથી ટિકિટ મળી છે.

(10:42 PM IST)