<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

૭-૮ પતિ મરી ગયા, બાકીનાએ છોડી દીધી : ૩૦ વર્ષની મહિલાએ કહ્યું : મેં ૨૦ વાર લગ્ન કર્યા !

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે : જેમાં એક છોકરી જણાવી રહી છે કે, તેણે ૩૦ વર્ષમાં ૨૦ વાર લગ્ન કર્યા છે

પટણા, તા.૭: લગ્ન કોઈપણ વ્‍યક્‍તિ માટે ખુબ જ ખાસ પ્રસંગ હોય છે. એક બાજુ જ્‍યાં છોકરીઓ ઘર પરિવારને છોડીને નવા પરિવાર સાથે ભળી જાય છે તો છોકરાના જીવનમાં લગ્ન પછી ઘણાં ફેરફાર થાય છે. કેટલાક લોકો લગ્નના મહત્‍વને સમજતા નથી તો કેટલાક એકથી વધુ લગ્ન કરી લે છે. આવી જ એક છોકરીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં છોકરી જણાવી રહી છે કે, તે ૨૦ વાર લગ્ન કરી ચૂકી છે.

સોશિયલ મીડિયા પર એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં યુવતી દુલ્‍હનના કપડાં પહેરીને બેડ પર બેઠી છે. આ દરમિયાન એક વ્‍યક્‍તિ તેને સવાલ પૂછી રહ્યો છે કે, તમે અત્‍યાર સુધીમાં કેટલા લગ્ન કર્યા છે? મહિલા તેનો જવાબ આપતા કહે છે, તે અત્‍યાર સુધીમાં ૨૦ લગ્ન કરી ચૂકી છે.

નવાઈની વાત તો એ છે કે, આ વીડિયોમાં તે પોતાની ઉંમર ત્રીસ વર્ષ જણાવી રહી છે અને તે ૨૦ વાર લગ્ન કરી ચૂકી છે. વીડિયોમાં તે જણાવી રહી છે કે, તેના ૭-૮ પતિઓના મોત થયા હતા અને કેટલાકે તેને છોડી દીધી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લાખો લોકો જોઈ ચૂકયા છે.

વાયરલ થઈ રહેલા વીડિયો પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા સામે આવી રહી છે. કેટલાક લોકો આ વીડિયોને સ્‍ક્રિપ્‍ટેડ ગણાવી રહ્યાં છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્‍યું કે, ‘શું આ છોકરીએ હકીકતમાં ૨૦ વાર લગ્ન કર્યાં છે? એક યુઝરે લખ્‍યું કે, બે ચાર લગ્ન પછી પતિ રોકાયા નહીં તો હવે તું તો માની જા બહેન, શું કરવા માંગે છે?'

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્‍યું કે, વીડિયો સ્‍ક્રિપ્‍ટેડ લાગી રહ્યો છે. તેના પર વિશ્વાસ કરી શકાય નહીં. અન્‍ય એકે લખ્‍યું કે, છોકરી ખોટું બોલી રહી છે. આ એ જ લોકો છે, જે થોડા વ્‍યુઝ માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. એક અન્‍યએ લખ્‍યું કે, સમાજ કયાં જઈ રહ્યો છે. ભાઈ, સંભાળો નહીંતર દુનિયામાં ઉથલપાથલ થઈ જશે.

(10:03 AM IST)