ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
બંગાળની ખાડીમાં લો પ્રેસરનું ક્ષેત્ર બન્યું : અનેક રાજ્યોમાં ચાર દિવસ ભારે વરસાદની ચેતવણી
ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા ખાતે મુશળધાર વરસાદ વરસી શકે : બે દિવસ મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં વિદર્ભમાં ખુબ જ ભારે વરસાદ થશે

નવી દિલ્હી :બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે, જેના કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે શનિવારથી આવતા ચાર દિવસ એટલે કે 7-10 સપ્ટેમ્બર સુધી ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા ખાતે મુશળધાર વરસાદ વરસી શકે છે,
છેલ્લા 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, તેલંગાણા, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, કેરળમાં ખુબ જ ભારે વરસાદ થયો છે.
હવામાન વિભાગ અનુસાર, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 8 અને 9 સપ્ટેમ્બર, વિદર્ભમાં 12 સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદ થશે, જ્યારે મધ્ય પ્રદેશમાં આગામી સાત દિવસ સુધી, ગુજરાતમાં 7 સપ્ટેમ્બર, છત્તીસગઢ, કોંકણ, ગોવામાં 7-12 સપ્ટેમ્બર, વિદર્ભમાં 8-13 સપ્ટેમ્બર, મધ્ય મહારાષ્ટ્રમાં 7-10 સપ્ટેમ્બર, મરાઠવાડામાં 12 અને 13 સપ્ટેમ્બરના વચ્ચે ભારે વરસાદની સંભાવના છે
દક્ષિણ ભારતના રાજ્યોની વાત કરીએ તો તટીય કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં આ અઠવાડિયા સુધી વરસાદ ચાલુ રહેશે. જેમાંથી તટીય આંધ્રપ્રદેશ, યનમ ખાતે આઠમી સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે તટીય આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા ખાતે 8 અને 9 સપ્ટેમ્બરે ભારે વરસાદનું એલર્ટ છે. આ સિવાય, કેરળમાં 7-9 સપ્ટેમ્બર, તટીય આંધ્રપ્રદેશ, યનમ, તેલંગાણા, સાઉથ ઈન્ટિરીયર કર્ણાટકમાં 7-10 સપ્ટેમ્બર, તટીય કર્ણાટકમાં 7-11 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદની સંભાવના છે.
ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોની વાત કરીએ તો મધ્યમથી ભારે વરસાદ આજે થશે, જ્યારે આગામી પાંચ દિવસ સુધી મધ્યમ વરસાદ ચાલુ રહી શકે છે. પૂર્વી રાજસ્થાનમાં 7 સપ્ટેમ્બરે ખુબ જ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં 7 સપ્ટેમ્બર, હરિયાણા, પશ્ચિમી રાજસ્થાનમાં 7 અને 8 સપ્ટેમ્બર, ઉત્તરાખંડમાં 7 અને 9 થી 11 સપ્ટેમ્બર, પૂર્વી ઉત્તર પ્રદેશમાં 10 અને 11 સપ્ટેમ્બર, પૂર્વી રાજસ્થાનમાં 7-9 સપ્ટેમ્બર અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
