News of Saturday, 7th September 2024
કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવે મચાવ્યો કહેર: ૧૨ જણાના મોત અંગે જીલ્લા પંચાયત સદસ્યએ આરોગ્યતંત્રને કાર્યવાહી કરવા જણાવ્યું :જુઓ વિડીયો
લખપતના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં મોત થયા:કચ્છ જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરી.

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છના લખપત તા.માં છેલ્લા ૪ દિવસમાં શંકાસ્પદ ન્યુમોનિયા તાવના લીધે ૧૨ જણના મોતને પગલે લોકોમાં ભય વ્યાપી ગયો છે. ન્યુમોનિયા તાવના લીધે ૧૨ના મોત થયા હોઈ આરોગ્યતંત્રમાં દોડ ધામ મચી છે
. લખપત તાલુકાના બેખડા, સાન્ધ્રો, મોરગર, મેડી, ભરાવાંઢ, વાલાવારી, લખાપરમાં મોત થયા છે. કચ્છ જિલ્લા પંચાયત પાનધ્રો સીટના સદસ્ય મીનાબા જાડેજાએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરી હતી
. પત્રમાં મૃત્યુ પામનારના નામની વિગત સાથે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા ટકોર કરી છે. જોકે, આરોગ્ય તંત્રએ ન્યુમોનિયા બાબતે હજી સત્તાવાર કોઇ માહિતી જાહેર કરી નથી. (તસવીર સૌજન્ય: અયાઝ સિદ્દીકી, ભુજ)
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
