News of Saturday, 7th September 2024
કેનેડાથી ભારતીયોની ઘૂસણખોરીએ અમેરિકાની પરેશાની વધી :કેનેડાએ આકરું વલણ અપનાવ્યું
છેલ્લા થોડા મહિનાઓમાં વિઝિટર વીઝા લઈને કેનેડા જનારા 6,000 લોકોને કેનેડાએ ડિપોર્ટ કરી દીધા:જૂનમાં 5 હજાર કરતાં વધુ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરતાં ઝડપાયા

નવી દિલ્હી : કેનેડા જતાં ભારતીયોની ઘૂસણખોરીએ અમેરિકાની પરેશાની વધારી છે તાજેતરના જ એક આંકલન મુજબ જૂન-2024માં 5 હજાર કરતાં વધુ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરતાં ઝડપાયા હતા...કેનાડાથી અમેરિકામાં ઘુસણખોરી કરવાની વધતી ઘટનાથી એક વાત તો નક્કી છે કે માઈગ્રેશન કરવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે...ભારતીયોની ઘુસણખોરીને અટકાવવા અમેરિકાએ કેનેડાને વીઝાના નિયમો કડક બનાવવા અપીલ કરી છે.
કેનેડાએ અમેરિકાની અપીલને ધ્યાને રાખી આકરું વલણ અપનાવ્યું છે...છેલ્લા થોડા મહિનાઓમાં વિઝિટર વીઝા લઈને કેનેડા જનારા 6,000 લોકોને કેનેડાએ ડિપોર્ટ કરી દીધા છે...મહત્વનું છે કે કેનેડામાં ભારતીયોની સંખ્યા નાની નથી. લાખો ભારતીયો વસે છે. આમાંથી મોટા ભાગના ભારતીયો પાડોશી દેશ અમેરિકામાં સેટલ થવાનાં સપનાં લઈને કેનેડા પહોંચે છે. કેનેડાથી આ લોકો અલગ અલગ રસ્તે ચાલીને, બોટમાં અથવા કોઈ પણ રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
