સચિન તેંડુલકરે તેમના ઘરે ગણપતિ દાદાનું સ્વાગત કર્યું: વિદેશી ક્રિકેટરોએ ઉજવણી કરી ભક્તિમય બન્યા
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી

મુંબઈ :દેશભરમાં આજે ગણેશ ચતુર્થીનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. સામાન્ય પ્રજાજનોથી લઈ ખાસ વ્યક્તિઓ સૌ ગણેશજીની ભક્તિમય છે. ભારતથી લઈ વિદેશી ક્રિકેટર સુધી સૌ ગણપતિ દાદાની પૂજા કરી રહ્યા છે.
દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે તેઓના ઘરે ગણપતિ દાદાનું સ્વાગત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર પૂજા-અર્ચનાનો એક વીડિયો શેર કર્યો છે.
સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પર ગણપતિની પૂજા કરતો એક વીડિયો શેર કર્યો છે. 36 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રિકેટના ભગવાન ગણપતિની આરતી કરી રહ્યા છે.આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ હાજર છે.
વિડિયોની સાથે સચિને લખ્યું, "વિઘ્નહર્તા… ગજન્ના… મૂશકવાહન", અમે ભગવાન ગણેશનું અમારા ઘરમાં સ્વાગત કરીએ છીએ, તેઓ સૌ અવરોધો દૂર કરે અને અમારા જીવનને સુખ અને સમૃદ્ધિથી ભરી દે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરે પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી કરી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં ભગવાન ગણેશના ફોટાની સાથે તેમણે સૌને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી હતી. ડેવિડ વોર્નરની સ્ટોરી હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. યુઝર્સનું કહેવું છે કે આ વોર્નરનો ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે.
ભારતીય સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પણ ગણેશ ચતુર્થીના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. તેણે X પર ભગવાન ગણેશની 2 તસવીરો શેર કરી છે. સાથે કેપ્શનમાં હેપ્પી ગણેશ ચતુર્થી લખ્યુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
