<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

અંબાણી પરિવારમાં ગણપતિ બાપાનું સ્વાગત :અનંત-રાધિકાએ લગ્ન બાદ પહેલી વખત સાથે ગણપતિ પૂજા કરી: જુઓ વિડિઓ

ટ્રેડિશનલ કપડાંમાં અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટે એન્ટીલિયામાં મુકેશ અંબાણી તથા નીતા અંબાણી સાથે ગણપતિ બાપાનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું.

મુંબઈ : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે તેમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાન પર ગણપતિ બાપાનું સ્વાગત કર્યું છે. આ કાર્યક્રમ તેમના માટે પતિ-પત્ની તરીકે પહેલો ગણેશ ચતુર્થી ઉત્સવ છે. માટે અંબાણી પરિવાર માટે આ વખતે ગણપતિ પૂજા વિશેષ મહત્વ ધરાવે છે.

આ સાથે અન્ય એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રેડિશનલ કપડાંમાં અનંત અંબાણી તથા રાધિકા મર્ચન્ટે એન્ટીલિયામાં મુકેશ અંબાણી તથા નીતિ અંબાણી સાથે ગણપતિ બાપાનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું.

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટે લગ્ન બાદ પહેલી વખત સાથે ગણપતિ પૂજા કરી હતી. વીડિયોમાં તેમણે પ્રિન્ટેડ પિંક સલવાર-કમીજ સેટમાં ખાસ જોવા મળતા હતા. બન્ને ગણપતિની પૂજા કરતા જોવા મળે છે. તેમણે મેચિંગ વેસ્ટકોટ સાથે નારંગી રંગના કુર્તા-પાયજામા સેટ પહેર્યો હતો. તેમણે હીરાથી જડિત ગણપતિ બ્રોચે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

 


 

(10:51 PM IST)