<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th September 2024

વધુ એક વાયરસનો ખતરો: બર્ડ ફ્લૂનો નવો પ્રકાર આ દેશમાં મનુષ્યોમાં ફેલાયો :વિશ્વભરમાં ઘેરી ચિંતા

વિશ્વ કોરોનાથી બહાર આવ્યું ત્યાં વધુ એક નવો વાઈરલ પ્રવેશ્યો:હવે બર્ડ ફ્લૂ માનવીઓમાં ફેલાવા લાગ્યો :પ્રથમ કેસ સામે આવ્યો

નવી દિલ્હી :વિશ્વમાં વધુ એક વાયરસનો ખતરો તોળાઈ રહ્યો છે. કોરોના વાયરસથી રાહત મળ્યા બાદ હવે માનવ બર્ડ ફ્લૂનો પહેલો કેસ સામે આવ્યો છે, જેણે સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત એક દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે

  યુ.એસ.માં માનવ બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ મળ્યો. યુએસ આરોગ્ય અધિકારીઓએ આની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિ બર્ડ ફ્લૂથી સંક્રમિત જોવા મળી હતી. જો કે, તે દર્દી કોઈ પ્રાણીના સંપર્કમાં આવ્યો હોવાની કોઈ માહિતી નથી. આ અંગે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ કહ્યું કે આ દર્દીની સારવાર અમેરિકાના મિઝોરીની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી અને હવે તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે.

    સીડીસીના જણાવ્યા અનુસાર, આ વર્ષે યુ.એસ.માં બર્ડ ફ્લૂનો આ 14મો માનવ કેસ છે, પરંતુ ચેપગ્રસ્ત પ્રાણીઓ સાથે સંપર્ક વિનાનો પ્રથમ કેસ છે. એજન્સીએ કહ્યું કે વર્તમાન ડેટા પર નજર કરીએ તો તે લોકો માટે જોખમી નથી. બર્ડ ફ્લૂ એ એક વાયરલ રોગ છે જે મોટાભાગના પક્ષીઓ અને પ્રાણીઓને ચેપ લગાડે છે. મનુષ્યોમાં તેનો ચેપ ભાગ્યે જ જોવા મળે છે 

   સીડીસીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે લોકો યુ.એસ.માં અગાઉ બર્ડ ફ્લૂનો ચેપ લગાવી ચૂક્યા છે તેઓ ચેપગ્રસ્ત મરઘાં અથવા પ્રાણીઓના સંપર્કમાં આવ્યા હતા, પરંતુ મિઝોરી દર્દી બીમાર અથવા ચેપગ્રસ્ત પ્રાણીઓના સંપર્કમાં આવ્યા વિના H5 નો પહેલો કેસ છે. મિઝોરીના આ કેસ પર નજર રાખવામાં આવી રહી છે. દર્દીને પહેલાથી જ કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી

(10:44 PM IST)