હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના પર્વતાળ વિસ્તારમાં ગુંજ્યું ‘ઓમ જય જગદીશ હરે ': વિખ્યાત :અમેરિકન ગાયિકાએ ભારતીય પોશાકમાં સજ્જ થઇ ભજન ગાયું: જુઓ વિડિઓ
અમેરિકાની વિખ્યાત ગાયિકા મેરી મિલબેને કેસરી સાડી સાથે ભારતીય ડિઝાઇનના ઘરેણાં પહેર્યાં ; બેકગ્રાઉન્ડમાં દીવડા, ફૂલો અને રંગોની સજાવટ વચ્ચે બહુ જાણીતું ભજન ‘ઓમ જય જગદીશ હરે’ ગાઈને શબ્દો થકી શ્રીકૃષ્ણની આરાધના કરી

As November approaches, I’m excited to share a new song for the Diwali observance, the Festival of Lights, celebrated on Friday, November 1st, 2024.
— Mary Millben (@MaryMillben) September 6, 2024
Diwali, deriving from the Sanskrit word ‘deepavali,’ which means “row of lights,” serves as a beacon of light every year. The… pic.twitter.com/pWqrdvql7e
અમેરિકાની વિખ્યાત ગાયિકા મેરી મિલબેને દેશ અને દુનિયામાં જેની ભવ્ય ઉજવણી થાય છે એવા દિવાળીના તહેવારને લઈને ભજન ગાયું છે.
42 વર્ષીય આફ્રિકન-અમેરિકન ગાયિકાએ પોતાના એક્સ હેન્ડલ પર આ ભજનનો વીડિયો મૂકીને સરસ પોસ્ટ લખી છે.
અમેરિકાના પર્વતાળ વિસ્તારમાં શૂટ કરવામાં આવેલા વીડિયોમાં મેરી નખશીખ ભારતીય લાગે એવો પહેરવેશ અને સાજસજ્જા કરેલી જોવા મળે છે. એણે કેસરી સાડી સાથે ભારતીય ડિઝાઇનના ઘરેણાં પહેર્યાં છે. બેકગ્રાઉન્ડમાં દીવડા, ફૂલો અને રંગોની સજાવટ જોવા મળે છે. તે બહુ જાણીતું ભજન ‘ઓમ જય જગદીશ હરે’ ગાઈને શબ્દો થકી શ્રીકૃષ્ણની આરાધના કરી રહ્યા છે. ભારતીયો જેવા સ્પષ્ટ નહીં તોય એક એવરેજ અમેરિકન કરતાં તો એના ઉચ્ચાર ઘણાં સ્પષ્ટ સાંભળવા મળે છે.
લોકપ્રિય ગાયિકાએ સોશિયલ મીડિયા પર મૂકેલા વીડિયો સાથે લખ્યું છે કે, ‘શુક્રવાર, 1 નવેમ્બર, 2024 ના રોજ ઊજવવામાં આવનારા દિવાળીના તહેવાર માટે એક નવું ગીત શૅર કરવા માટે હું ઉત્સાહિત છું. દિવાળી શબ્દ સંસ્કૃત શબ્દ 'દીપાવલી' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે ‘પ્રકાશની પંક્તિ (હારમાળા)’. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશની, અનિષ્ટ પર સારપની અને અજ્ઞાનતા પર જ્ઞાનની જીતની ઉજવણી કરે છે. અમેરિકામાં ચૂંટણીના દિવસો છે ત્યારે પ્રકાશના આ પર્વની ઉજવણી એકદમ યોગ્ય લાગે છે
વધુમાં મેરીએ લખ્યું છે કે, ‘વર્ષ 2020 દરમિયાન વિશ્વમાં ખૂબ જ અંધકાર છવાયેલો હતો, એ સમયે ઈશ્વરના પ્રકાશ અને દિવાળીની ભાવના જ આપણ સૌને આશા અને શાંતિના માર્ગે લઈ ગઈ હતી. દિવાળી મારા અને તમારા હૃદયમાં જીવંત થઈ ગઈ છે. આ વર્ષે ફરી ભારત અને સમગ્ર વિશ્વમાં એની ઉજવણી કરવામાં આવશે, અને એના માટે રાહ જોવી હવે મુશ્કેલ બની ગઈ છે.’
દિવાળીનો તહેવાર નજીક હોવાથી આ ભજન રજૂ કરાયું હોવાનું કહેવાઈ રહ્યું છે, પણ એની પાછળનું કારણ રાજકીય ફાયદો મેળવવાનું પણ હોઈ શકે છે. 1 નવેમ્બરે દિવાળી છે અને 5 નવેમ્બરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી છે, તેથી અમેરિકામાં વસતા ભારતીયોના વૉટ અંકે કરવા માટે પણ આ ભજન રિલીઝ કરાયું હોઈ શકે, એવી ચર્ચા ઊઠી છે.
મેરી મિલબેન એ જ સિંગર છે જેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતનું રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ ગાયું હતું અને વડાપ્રધાનના ચરણસ્પર્શ કર્યા હતા. એ સમયે સમગ્ર ભારત દેશે મેરી મિલબેનની નોંધ લીધી હતી. ઘણાં જાહેર પ્રસંગોએ અમેરિકાનું રાષ્ટ્રગીત ગાયું હોવાથી મેરીને ‘રાષ્ટ્રગીત ગાયિકા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એણે સતત ચાર યુએસ પ્રમુખો – જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડેન — માટે રાષ્ટ્રગીત અને દેશભક્તિ સંગીત રજૂ કર્યું છે.
મેરી મિલબેને ઓગસ્ટ 2022માં ભારતની પ્રથમ સફર કરી હતી. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષની ભવ્ય ઉજવણી માટે અમેરિકાથી આવેલ આમંત્રિત મહેમાનોમાં એક મેરી પણ હતી. એ અગાઉ વર્ષ 2020 ના કોવિડ રોગચાળાના સમયમાં પણ એણે ભારતના રાષ્ટ્રગીતની વર્ચ્યુઅલ રજૂઆત કરી હતી.
મેરી મિલબેન ઘણીવાર કહી ચૂકી છે કે અમેરિકન નાગરિક હોવા છતાં તેનો આત્મા ભારત સાથે જોડાયેલો છે. ભારતની સંસ્કૃતિ પ્રત્યે તેને ખૂબ પ્રેમ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
