News of Sunday, 8th September 2024
ધ્રુવ જુરેલે કરી ધોનીના રેકોર્ડની બરાબરી: સ્પેશિયલ ક્લબમાં જોડાયો
ઈન્ડિયા A અને ઈન્ડિયા B વચ્ચે રમાતી મેચ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના એક ખાસ રેકોર્ડની બરાબરી કરી

બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ શ્રેણી પહેલા ભારતમાં દુલીપ ટ્રોફી 2024 રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના મોટાભાગના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની શરૂઆત ભારત A vs India B અને India C vs India D ની મેચોથી થઈ હતી. જેમાં ઈન્ડિયા સી અને ઈન્ડિયા ડી વચ્ચેની મેચ પૂર્ણ થઈ ગઈ છે.
જેમાં રૂતુરાજ ગાયકવાડની ટીમ ઈન્ડિયા સીનો વિજય થયો છે. બીજી તરફ ભારત A અને ભારત B વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ મેચમાં ઈન્ડિયા A ના વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ભારત A નો વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ ભલે બેટિંગમાં ફ્લોપ સાબિત થયો હોય, પરંતુ વિકેટકીપિંગમાં તેના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયેલો છે. ધ્રુવ જુરેલે પ્રથમ દાવ દરમિયાન વિકેટ કીપિંગ દરમિયાન 7 કેચ લીધા હતા. હવે ધ્રુવ જુરેલે દુલીપ ટ્રોફીમાં એક ઇનિંગમાં વિકેટકીપિંગ દરમિયાન 7 કેચ લેવાના એમએસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
ધોનીએ વર્ષ 2004-05માં ઈસ્ટ ઝોન તરફથી રમતા એક ઈનિંગમાં 7 કેચ લીધા હતા. હવે આ લિસ્ટમાં ધોનીની સાથે જુરેલ પણ પ્રથમ સ્થાને છે. જો જુરેલની બેટિંગની વાત કરીએ તો પ્રથમ દાવમાં તેના બેટથી માત્ર 2 રન જ બન્યા હતા
આ મેચમાં પ્રથમ દાવમાં બેટિંગ કરતા ભારત A એ 10 વિકેટ ગુમાવીને 231 રન બનાવ્યા હતા. ભારત A તરફથી કોઈ પણ બેટ્સમેન પ્રથમ દાવમાં સદી કે અડધી સદી ફટકારી શક્યો નહોતો. પ્રથમ ઇનિંગમાં કેએલ રાહુલે સૌથી વધુ 37 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય મયંક અગ્રવાલે 36, કેપ્ટન શુભમન ગિલે 25, રેયાન પરાગે 30 અને તનુષે 32 રન બનાવ્યા હતા. આ સિવાય ઈન્ડિયા B તરફથી બોલિંગ કરતી વખતે તેણે 19 ઓવરમાં 62 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. નવદીપ સૈનીએ 16 ઓવરમાં 60 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
