<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th September 2024

દિલ્હીમાં મંકીપોક્સનો બીજો શંકાસ્પદ દર્દી મળ્યો : લોકનાયક હોસ્પિટલના વિશેષ વોર્ડમાં દાખલ

મંકીબોક્સના લક્ષણોને કારણે એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયો હાલમાં દર્દીની સ્થિતિ સારી

નવી દિલ્હી :દિલ્હીમાં મંકીપોક્સનો બીજો શંકાસ્પદ દર્દી મળી આવ્યો છે. દર્દીને લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસો પહેલા એક શંકાસ્પદ દર્દીને પણ એઈમ્સમાં લાવવામાં આવ્યો હતો. જો કે તપાસ દરમિયાન તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ તેને રજા આપવામાં આવી હતી

લોકનાયક હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, મંકીબોક્સના લક્ષણોને કારણે એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં દર્દીની સ્થિતિ સારી છે, પરંતુ તેના લક્ષણોને ધ્યાનમાં રાખીને તેને ખાસ વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

  હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ.સુરેશ કુમારનું કહેવું છે કે દર્દી હોસ્પિટલમાં દાખલ છે. તેને મંકીપોક્સ માટે આરક્ષિત રૂમમાં રાખવામાં આવ્યો છે. મંકીપોક્સથી સંક્રમિત હોવાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

 દિલ્હીમાં મંકીપોક્સ સંબંધિત દર્દીઓની સારવાર માટે દિલ્હી સરકારે બાબા સાહેબ આંબેડકર અને લોક નાયક હોસ્પિટલ સિવાય અન્ય હોસ્પિટલમાં વિશેષ વોર્ડ બનાવ્યા છે. આ સિવાય એઈમ્સ અને સફદરજંગમાં પણ રૂમ આરક્ષિત છે

(10:27 PM IST)