હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
GST કાઉન્સિલની સોમવારે મહત્વની બેઠક; વીમા પ્રીમિયમ પર ટેક્સ,ઓનલાઈન ગેમિંગ સંબંધિત અહેવાલ અંગે ચર્ચા
સ્વાસ્થ્ય વીમા પર કરવેરા સંબંધિત બોજ વર્તમાન 18 ટકાથી ઘટી જશે કે વરિષ્ઠ નાગરિકો જેવી કેટલીક શ્રેણીઓમાં આવતી વ્યક્તિઓને છૂટ અપાશે

નવી દિલ્હી ; GST પરિષદની સોમવારે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં વીમા પ્રીમિયમ પર ટેક્સ તથા ઓનલાઈન ગેમિંગ પર સ્ટેટસ રિપોર્ટ સહિત અન્ય મુદ્દાઓ અંગે વિચાર કરવામાં આવી શકે છે.
મળતી માહિતી પ્રમાણે ફિટમેન્ટ સમિતિ જીવન, સ્વાસ્થ અને વીમા પ્રીમિયમ પર લગાવવામાં આવતા GST તથા સંબંધિત ખર્ચને લગતો એક રિપોર્ટ રજૂ કરશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણના વડપણ હેઠળ GST પરિષદ એ વાત પર નિર્ણય કરશે કે સ્વાસ્થ્ય વીમા પર કરવેરા સંબંધિત બોજ વર્તમાન 18 ટકાથી ઘટી જશે કે વરિષ્ઠ નાગરિકો જેવી કેટલીક શ્રેણીઓમાં આવતી વ્યક્તિઓને છૂટ આપવામાં આવશે.
જીવન વીમા પ્રીમિયમ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)માં ઘટાડા અંગે પણ ચર્ચા કરે તેવી શક્યતા છે. કેન્દ્ર અને રાજ્યોને વર્ષ 2023-24માં આરોગ્ય વીમા પ્રિમીયમ પર જીએસટી દ્વારા રૂપિયા 8,262.94 કરોડ મળ્યા હતા. જ્યારે આરોગ્ય પુનઃવીમા પ્રિમીયમ પર જીએસટી રૂપિયા 1,484.36 કરોડ મેળવ્યા હતા. વીમા પ્રિમિયમ પર ટેક્સનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે.
કેન્દ્ર અને રાજ્ય કર સત્તાવાળાઓ GST કાઉન્સિલ સમક્ષ ઓનલાઈન ગેમિંગ અંગે 'સ્ટેટસ રિપોર્ટ'સબમિટ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
